આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, હારીજ

હારીજ તાલુકાના ગામે કેટલાક વર્ષ અગાઉ થયેલી વિકાસની કામગીરીમાં ગેરરીતિ મુદ્દે તપાસ થઈ હતી. જેમાં સરકારી ખર્ચે બનાવેલ રોડનો કેટલોક ભાગ ખાનગી જગ્યામાં આવ્યો હતો. આથી તપાસમાં ગેરરીતિ સિધ્ધ થતાં જિલ્લા પંચાયતે સરપંચ વિરુદ્ધ વસૂલાત માટે કાર્યવાહી હાથ ધરેલી છે. જેમાં મામલતદારે સ્થાનિક ગ્રામ પંચાયતને પત્ર લખી સરપંચના નામે સ્થાવર અને જંગમ મિલકતની વિગતો આપવા કહ્યું છે. જોકે આ તમામ ઘટનાક્રમ જોતાં સૌથી મોટો સવાલ એ છે કે તત્કાલીન તલાટી, ઈજનેર અને ટીડીઓ સામે કેમ કોઈ વસૂલાત નહી તે ચોંકાવનારું બન્યું છે.

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના સોઢવ ગામે વર્ષ 2017 દરમ્યાન સરકારી ગ્રાન્ટમાંથી રોડનું કામ થયું હતું. જે સ્થળે રોડ બનાવી દીધો તેમાં કેટલીક જમીન ખાનગી માલિકની હોવા બાબતે રજૂઆત થઈ હતી. જેની તપાસ થતાં રોડની કુલ લંબાઈ પૈકી ચોક્કસ હિસ્સો ખાનગી માલિકની જગ્યામાં આવતાં ગેરરીતિ જણાઇ આવી હતી. કૌભાંડ બાબતે તપાસ થયા બાદ કુલ 2 લાખની નુકશાની વસૂલ કરવા જિલ્લા અને તાલુકા પંચાયતે કવાયત હાથ ધરી હતી. કેટલાક કર્મચારીઓને નોટીસ બાદ સરપંચની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. આથી તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી ડી.કે પારેખે સોઢવ ગ્રામ પંચાયતના સરપંચ સામે 2 લાખની વસૂલાત કરવા બાબતે હુકમ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જિલ્લા વિકાસ અધિકારીના હુકમ આધારે હારીજ તાલુકા પંચાયતે સમગ્ર મામલે મામલતદારને વસૂલાતની કાર્યવાહી બાબતે જાણ કરી હતી. આથી હારીજ તાલુકા મામલતદારે કુલ 2 લાખની વસૂલાત કરવા સોઢવ તલાટીને પત્ર લખ્યો છે. જેમાં સરપંચની સ્થાવર જંગમ મિલકતની વિગતો મોકલી આપવા હુકમ કર્યો છે. જોકે આ તમામ ઘટનાક્રમ બાદ સૌથી મોટા સવાલો ઉભા થયા છે. રોડ જે જગ્યાએ મંજૂર કરવામાં આવ્યો તેની સ્થળ સ્થિતિ તલાટી કે ટેકનિકલ – ઈજનેર દ્વારા જોવામાં આવી હતી? જો તલાટી કે ઈજનેરે સ્થળ બાબતે બેદરકારી દાખવી તો કેમ તેઓની સામે વસૂલાત નથી? ચૂકવણૂ કરતી વખતે તત્કાલીન ટીડીઓ દ્વારા કેમ ઊંડાણપૂર્વક જોવામાં ના આવ્યું? એકમાત્ર સરપંચ કેમ જવાબદાર બની શકે? આ તમામ સવાલો પારદર્શક કાર્યવાહી માટે અત્યંત મહત્વપૂર્ણ બન્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code