કૌભાંડ@કડી: તળાવ ખાતે કરી વેચ્યું, 2 નાયબ મામલતદાર વિરૂધ્ધ ફરીયાદ

અટલ સમાચાર,મહેસાણા કડી તાલુકાના સાદરા ગામે કેટલાક વર્ષો અગાઉ સરકારી તળાવનો કેટલોક ભાગ ખાતે કરી રેકર્ડ ઉપર નોંધ કરાવી હતી. આ પછી કડી મામલતદાર કચેરીના ઇ-ધરા ઓપરેટર અને બે નાયબ મામલતદાર સહિતનાએ સરકારી જમીન અન્યને વેચાણ કર્યાની નોંધ પ્રમાણિત કરી આપી હતી. સમગ્ર મામલે છેલ્લા કેટલાક સમયથી ચાલતી તપાસને અંતે કડી મામલતદારે પોતાની જ કચેરીના
 
કૌભાંડ@કડી: તળાવ ખાતે કરી વેચ્યું, 2 નાયબ મામલતદાર વિરૂધ્ધ ફરીયાદ

અટલ સમાચાર,મહેસાણા

કડી તાલુકાના સાદરા ગામે કેટલાક વર્ષો અગાઉ સરકારી તળાવનો કેટલોક ભાગ ખાતે કરી રેકર્ડ ઉપર નોંધ કરાવી હતી. આ પછી કડી મામલતદાર કચેરીના ઇ-ધરા ઓપરેટર અને બે નાયબ મામલતદાર સહિતનાએ સરકારી જમીન અન્યને વેચાણ કર્યાની નોંધ પ્રમાણિત કરી આપી હતી. સમગ્ર મામલે છેલ્લા કેટલાક સમયથી ચાલતી તપાસને અંતે કડી મામલતદારે પોતાની જ કચેરીના 2 નાયબ મામલતદાર અને ઓપરેટર સહિત પાંચ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

મહેસાણા જીલ્લાના કડી તાલુકાના સાદરા ગામે સર્વે નં.34 વાળી જમીન સરકારી તળાવ તરીકે હતી. ર૦૦3 દરમ્યાન આલુસણા ગામના ઠાકોર બબાજી ઝેણાજીએ કડી મામલતદાર કચેરીની ઇ-ધરા શાખાના ઓપરેટર અને નાયબ મામલતદાર જે.એમ.સોલંકી સાથે મળી તળાવવાળી જમીન સરકારી રેકર્ડમાં પોતાના ખાતે કરાવી હતી. મામલતદાર કચેરીના કર્મચારીઓએ 7/12 ના ઉતારામાં પાનીયું જનરેટ કરી ઠાકોર ઇસમના નામે જમીન દાખલ કરી હતી.

કૌભાંડ@કડી: તળાવ ખાતે કરી વેચ્યું, 2 નાયબ મામલતદાર વિરૂધ્ધ ફરીયાદ

આ પછી ઠાકોર બબાજી ઝેણાજીએ તળાવવાળી જમીન કડીના પ્રજાપતિ હીરાબેન તુલસીદાસને ગેરકાયદેસર રીતે વેચાણ કરતા ટાઇટલ વગર જમીન ફેરફારની નોંધ કરાવી હતી. સર્કલ ઓફીસર એમ.એચ.ભોજકે ખરાઇ કર્યા વિના વેચાણની નોંધ પ્રમાણિત કરી આપી હતી. સમગ્ર મામલે સરકારી જમીનનું બારોબારીયું થઇ હોવાની રજૂઆત બાદ તપાસને અંતે કૌભાંડ સામે આવ્યુ છે.

છેલ્લા પાંચ વર્ષથી પણ વધુ સમયથી તપાસ ચાલુ હતી. જેમાં મહેસાણા કલેક્ટરના આદેશ બાદ કડી મામલતદારે ઇ-ધરા ઓપરેટર, નાયબ મામલતદાર જે.એમ.સોલંકી, ઠાકોર બબાજી ઝેણાજી, પ્રજાપતિ હીરાબેન તુલસીદાસ અને સર્કલ ઓફીસર એમ.એચ.ભોજક વિરૂધ્ધ કડી પોલીસ સ્ટેશન ફરીયાદ દાખલ કરાવી છે. જમીન કૌંભાડને પગલે મહેસાણા વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે.