કાંડ@સીંગવડ: મનરેગામાં વિદ્યાર્થીઓને લેબર બનાવી સરકાર સાથે કરોડોની ઠગાઇ, ભ્રષ્ટ ટોળકીનો પર્દાફાશ

 
Bhrstachar
મનરેગા હેઠળ જોબકાર્ડ બનાવી પૂર્વ આયોજિત ષડયંત્ર રચી ખોટાં કામો બતાવ્યા છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

સીંગવડ તાલુકામાં મનરેગાના કામોમાં મહાભ્રષ્ટાચારની હવે પછીની તબક્કાવાર શૃંખલા વાંચવા મળશે. જેમાં આજે મનરેગાના નામે ષડયંત્ર રચી કેવીરીતે કરોડોની બેનામી સંપત્તિ ભ્રષ્ટ ટોળકીએ ઉભી કરી તેનો પર્દાફાશ કરીશું. ભ્રષ્ટ ટોળકીએ નાણાંની ઉચાપત કરવા વિદ્યાર્થીઓને પણ છોડ્યા નથી. સીંગવડ તાલુકાની એક મોટી ગૃપ ગ્રામ પંચાયતના ગામના માસૂમ વિદ્યાર્થીઓના નામના જોબકાર્ડ બનાવી લેબર બતાવી સરકાર સાથે સૌથી મોટી ઠગાઇ કરી છે. એક નહિ પરંતુ અનેક વિધાર્થીઓની જાણ બહાર ખોટાં કાગળો આધારે બોગસ રેકર્ડ ઉભું કરી મનરેગા હેઠળ કરોડોની ચોરી કરી અને કરાવી છે. કૌભાંડથી ભરેલી અને હચમચાવી દેતી આ સત્યઘટના જાણી તમારા પગ તળેથી જમીન સરકી જાય તેવી મહાભ્રષ્ટ શૃંખલાનો આ પ્રથમ અધ્યાય વાંચો નીચેના ફકરામાં.

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં મનરેગા યોજનામાં દેશનો સૌથી મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું અટલ સમાચાર દાવા સાથે કેમ જણાવે છે તેનો આજે ચોંકાવનારો ખુલાસો કરીએ. મછેલાઇ ગૃપ ગ્રામ પંચાયત ખૂબ મોટી છે ત્યારે તેમાં સમાવિષ્ટ વણઝારીયા ગામના રહીશોના નામે મનરેગાની ભ્રષ્ટ ટોળકીએ મર્યાદા બહારનો ભ્રષ્ટાચાર કર્યો છે. આ ગામના અનેક બાળકો/વિદ્યાર્થીઓના મનરેગા હેઠળ જોબકાર્ડ બનાવી પૂર્વ આયોજિત ષડયંત્ર રચી ખોટાં કામો બતાવ્યા છે. આ વિદ્યાર્થીઓને જાણ પણ નથી અને મોટાભાગના વિદ્યાર્થીઓ બહારના તાલુકા કે જિલ્લામાં અભ્યાસ કરતાં છતાં મજૂર તરીકે બતાવી દીધા છે. કોઈ પ્રાથમિક શાળામાં, કોઈ હાઇસ્કૂલમાં તો વળી કોઈ વિદ્યાર્થી કોલેજમાં અભ્યાસ કરે છે તેઓને મનરેગાના કામમાં લેબરો બતાવ્યા છે. વાંચો નીચેના ફકરામાં.

મનરેગાના કરારી કર્મચારીઓ અને સ્થાનિક ભ્રષ્ટ ઈસમોએ ભેગાં મળીને ઈરાદાપૂર્વક બોગસ મટીરીયલના બીલો પાસ કરવા વણઝારીયા ગામના 20થી વધારે વિદ્યાર્થીઓને લેબર પેમેન્ટ ચૂકવ્યું છે. મનરેગાના કામો બોગસ, લેબર ખર્ચ બોગસ અને મટીરીયલ ખર્ચ પણ બોગસ છતાં જાણે કોઈ કહેનાર ના હોય તેમ ભ્રષ્ટ ટોળકીએ કરોડોની છેતરપિંડી બાહોશ ગુજરાત સરકાર સાથે કરી છે. જે વિદ્યાર્થીઓના નામે બોગસ રેકર્ડ બનાવ્યું તેવા વિદ્યાર્થીઓના નામ અમે જોગવાઈ મુજબ જણાવી શકતાં નથી પરંતુ 25થી વધુ છોકરાં અને 30થી વધુ છોકરીઓના નામનો ગેરકાયદેસર ઉપયોગ કરી ષડયંત્ર આચર્યું છે. કયા ધોરણમાં કોણ ભણતું ત્યારે આ કાંડ કર્યો તે પણ વાંચો અહીં.

1. ધો.12માં આણંદ ભણતાં અનેક વિદ્યાર્થીઓ 
2. લીમખેડા અને દાહોદ કોલેજમાં ભણતાં અનેક વિદ્યાર્થીઓ
3. ગામની પ્રાથમિક શાળામાં અને બ્રધર્સ સ્કૂલમાં ભણતાં અનેક વિદ્યાર્થીઓ 
4. નાણાંકીય વર્ષ 2021થી 2024 સુધીમાં આ તમામ વિદ્યાર્થીઓને બનાવ્યા મજૂરો 
5. ભરવાડ, ચૌહાણ, પટેલ, લુહાર સમાજના વિદ્યાર્થીઓનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો 


આ ષડયંત્રના સૂત્રધારો અને ભાગીદારો આ રહ્યા

જીઆરએસ
અંકિત શાહ
તત્કાલીન ટેકનિકલ 
વનરાજ ઠાકોર
મહિપાલ ધોતી
બાળકોની માહિતી આપનાર ભ્રષ્ટ વચેટીયો
સોશિયલ ઓડીટ કરી ગયેલ ટીમના ભ્રષ્ટ કર્મીઓ