આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

રાધનપુર તાલુકા પંચાયત દ્વારા વિસ્તારના લાભાર્થીઓ માટે શૌચાલયો બનાવવામાં આવી રહ્યા છે. જેમાં ખોટી સહી અને ફોટા સાથે માત્ર ખોખુ ઉભુ કરવામાં આવતું હોવાની રાવ થઈ છે. કારોબારી ચેરમેને સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરી ઘટતી કાર્યવાહી કરવા પત્ર લખ્યો છે. શૌચાલયો ગાઈડ લાઈન મુજબ નહી થતા હોવાની બૂમ ઉઠી છે.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં બીએલએસ સિવાયના લાભાર્થીઓ માટે શૌચાલયની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં સખી મંડળ કે ટ્રસ્ટ દ્વારા અગાઉ બનાવેલા અને હાલમાં ઉભા કરવામાં આવી રહેલ શૌચાલયમાં ગેરરીતિ હોવાની ફરિયાદ થઈ છે. તાલુકા પંચાયતની કારોબારી કમિટીના ચેરમેન સુરેશ ઠાકોરે 1000 શૌચાલયોની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.

ફોર્મ ઉપર અરજદારોની ખોટી સહીઓ અને બે કૂવાના ફોટા લગાવી કામ પૂર્ણ બતાવી રહ્યાનો આક્ષેપ કારોબારી ચેરમેને કર્યો છે. જે અંગે તાલુકાના સ્ટાફને પૂછતાં ટાર્ગેટ પૂર્ણ કરવાનો હોવાનું જણાવ્યું હતું. જોકે ટાર્ગેટ પૂર્ણ કરવા જતાં શૌચાલયો ગાઈડલાઈન મુજબ નહી બનાવી લાભાર્થી સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદ ડીડીઓને આપી છે.

તપાસ કરાવવા માંગ કરી
ચેરમેને હાલમાં બની રહેલા શૌચાલયોની કામગીરી યોગ્ય કરાવવા અને છેલ્લા બે મહિનામાં ચુકવણું થયેલ હોઈ તો તેવા શૌચાલયોની તપાસ કરાવવા પાટણ જિલ્લા વિકાસ અધિકારીને વિનંતી કરી છે. જેનાથી રાધનપુર પંથકમાં ફરિ એકવાર તાલુકાનું વહિવટી અને સામાજીક રાજકારણ ગરમાયું છે.
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code