આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

વિધાર્થિનીના જન્મદિવસની અનોખી ઉજવણી

પાલનપુર અંબાજી હાઇવે પર આવેલા મોટાસડા ગામની જે.ડી.એસ.વિધાલયમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના જન્મદિવસની ઊજવણી અનોખી રીતે કરવામાં આવી હતી.

બ્રિજલબેન જોયતાભાઇ પ્રજાપતિ દ્રારા પોતાના જન્મ દિવસે અનોખી ઉજવણી કરી છે. પશ્ચિમી સંસ્કૃતિ પાછળ દોડતા યુવાવર્ગને એક સંદેશો આપવાનાં હેતુથી જન્મ દિવસે કેક કે પાર્ટી મનાવવાની જ્ગ્યાએ વિધાર્થિનીએ પોતાની શાળામાં અભ્યાસ કરતાં અનાથ બાળકોને સ્કુલ બેગ ભેટ આપીને જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. જેથી શાળા પરિવારે બ્રિજલ અને તેના પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી. અગાઉ પણ પલ્લવીબા હરિસિંહ દ્વારા પણ આજ રીતે બાળકોને ચોપડા વિતરણ કરી ને જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code