શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ પાટણ જિલ્લાના ૨.૭૪ લાખ બાળકોની આરોગ્યની તપાસણી કરવામાં આવી

અટલ સમાચાર,પાટણ પાટણ જિલ્લામાં શાળા આરોગ્ય કાર્યક્રમ તા.૨૭/૧૧/૧૮ થી તા.૦૧/૦૨/૧૯ સુધી અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં ૨૬૧૨ સરકારી તથા ખાનગી પ્રાથમિક શાળા, ઉચ્ચત્તર પ્રાથમિક શાળા, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના તમામ બાળકો, આંગણવાડીના તમામ બાળકો તેમજ શાળાએ ન જતા ૧૮ વર્ષ સુધીના કુલ ૩,૬૮,૮૮૧ બાળકોની તપાસણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ તા. ૦૧/૦૨/૧૯ સુધી ચાલુ
 
શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ પાટણ જિલ્લાના ૨.૭૪ લાખ બાળકોની આરોગ્યની તપાસણી કરવામાં આવી

અટલ સમાચાર,પાટણ

પાટણ જિલ્લામાં શાળા આરોગ્ય કાર્યક્રમ તા.૨૭/૧૧/૧૮ થી તા.૦૧/૦૨/૧૯ સુધી અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં ૨૬૧૨ સરકારી તથા ખાનગી પ્રાથમિક શાળા, ઉચ્ચત્તર પ્રાથમિક શાળા, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના તમામ બાળકો, આંગણવાડીના તમામ બાળકો તેમજ શાળાએ ન જતા ૧૮ વર્ષ સુધીના કુલ ૩,૬૮,૮૮૧ બાળકોની તપાસણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ તા. ૦૧/૦૨/૧૯ સુધી ચાલુ રહેનાર છે.
તા.૨૭/૧૧/૧૮ થી તા.૦૫/૦૧/૧૯ સુધી ૨૯૭ મેડીકલ ટીમો દ્વારા કુલ ૨,૭૪,૩૨૨ બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવેલ છે. જેમાં ડૉક્ટર દ્વારા ૨૨,૦૨૦ બાળકોને સ્થળ પર સારવાર પુરી પાડવામાં આવેલ છે. તેમજ કુલ ૩,૧૭૨ બાળકોને તજજ્ઞોદ્વારા સંદર્ભસેવા પુરી પાડવામાં આવેલ.. જે બાળકોને અમદાવાદ ખાતે વધુ સારવારની જરૂર જણાય તેવા હ્રદયના કુલ-૩૫ બાળકો, કિડનીના કુલ-૦૬કેન્સરના- ૦૪ બાળકોના વાલી સાથે પરામર્શ કરી વધુ સારવાર માટે સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલમાં વિનામુલ્યે સારવાર પુરી પાડવામાં આવશે.