સાયન્સનો દાવોઃ કાળઝાળ ગરમી કોરોનાને રોકવામાં મદદ નહીં કરે

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં કોરોના વાયરસનો પ્રસાર ઝડપથી વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં 809 નવા કેસ સામે આવ્યા અને 46 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. COVID-19ને લઈને એ વાતની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ઉનાળામાં ગરમી વધવાથી સ્થિતિ પર કેટલેક અંશે નિયંત્રણ મેળવી શકાશે. દેશમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ
 
સાયન્સનો દાવોઃ કાળઝાળ ગરમી કોરોનાને રોકવામાં મદદ નહીં કરે

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં કોરોના વાયરસનો પ્રસાર ઝડપથી વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં 809 નવા કેસ સામે આવ્યા અને 46 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. COVID-19ને લઈને એ વાતની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ઉનાળામાં ગરમી વધવાથી સ્થિતિ પર કેટલેક અંશે નિયંત્રણ મેળવી શકાશે. દેશમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. જોકે અમેરિકાની એક પ્રતિષ્ઠિત સંસ્થાએ દાવો કર્યો છે કે વધુ તાપમાનથી કોરોના પર કોઈ અસર નહીં થાય.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સંસ્થા તરફથી જાહેર કરવામાં આવેલી એક સ્ટડીમાં વ્યક્તિગત સુરક્ષા, સોશિયલ ડિસ્ટન્સિંગની સાથોસાથ મોટા સ્તરે સ્વાસ્થ્ય સેવાઓ જ હાલમાં તેનો ઈલાજ છે. અમેરિકાની નેશનલ એકેડમિક્સ ઓફ સાયન્સે 4 એપ્રિલે જાહેર કરવામાં આવેલી સ્ટડીમાં કહ્યું કે કોવિડ-19 વાત કરવા કે શ્વાસ લેવાના કારણે ફેલાઈ રહ્યો છે.

આવા સમયે માસ્ક અંગે આપવામાં આવેલી સલાહને બદલવી પડશે અને તમામ લોકોને તેનો ઉપયોગ કરવો પડશે. કહેવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયા અને ઈરાનમાં ચીન અને યૂરોપિયન દેશોની તુલનામાં હાલ ગરમ હવામાન છે પરંતુ ત્યાં વાયરસનો પ્રસાર ચરમ પર છે. એવામાં વધુ તાપમાન અને ભેજ વધવાથી એવું ન માનવામાં આવે કે કોરોનાના કેસોમાં ઘટાડો આવશે.