વિજ્ઞાનઃ ઓઝોન લેયરમાં ઇતિહાસનું સૌથી મોટું ગાબડું, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક ધરતીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર ઓઝોનનું સ્તર આવેલું છે. થોડા દિવસ પહેલા જ સમાચાર આવ્યા હતા કે દુનિયાભરમાં લૉકડાઉનને પગલે દક્ષિણ ધ્રુવ પરનું ઓઝોનનું છીદ્ર નાનું થયું છે. જ્યારે હવે એવા સમાચાર છે કે ઉત્તર ધ્રુવ પરના ઓઝોન લેયરમાં મોટું છીદ્ર જોવા મળ્યું છે. આ અંગે વૈજ્ઞાનિકો દાવો કરી રહ્યા છે
 
વિજ્ઞાનઃ ઓઝોન લેયરમાં ઇતિહાસનું સૌથી મોટું ગાબડું, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક

ધરતીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર ઓઝોનનું સ્તર આવેલું છે. થોડા દિવસ પહેલા જ સમાચાર આવ્યા હતા કે દુનિયાભરમાં લૉકડાઉનને પગલે દક્ષિણ ધ્રુવ પરનું ઓઝોનનું છીદ્ર નાનું થયું છે. જ્યારે હવે એવા સમાચાર છે કે ઉત્તર ધ્રુવ પરના ઓઝોન લેયરમાં મોટું છીદ્ર જોવા મળ્યું છે. આ અંગે વૈજ્ઞાનિકો દાવો કરી રહ્યા છે કે આ ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું છીદ્ર કે ગાબડું છે. ઉત્તર ધ્રુવ અથવા નૉર્થ ફોલ એ પૃથ્વીનો આર્કટિકવાળો વિસ્તાર છે. આ ક્ષેત્રમાં ઉપર એક તાકાતવાર પોલાર વોર્ટેક્સ બનેલું છે. નૉર્થ પોલની ઉપર ખૂબ ઊંચાઈ પર સ્થિત સ્ટ્રેટોસ્ફિયર (Stratosphere – ધરતીની ઊંચાઈ પર બનેલું એક પડ) પર બનેલા વાદળોને કારણે ઓઝોનનું લેયર પાતળું થઈ રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઓઝોનનું લેયર પાતળું બનાવા પાછળ મુખ્યત્વ ત્રણ સૌથી મોટા કારણ હોય છે. જેમાં વાદળો, ક્લોરોફ્લોરોકાર્બન્સ અને હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન્સ. આ ત્રણેયનું પ્રમાણ હાલ સ્ટ્રેટોસ્ફિયરમાં વધ્યું છે. આ કારણે સ્ટ્રેટોસ્ફિયરમાં જ્યારે સૂરજના અલ્ટ્રાવાયોલેટ કિરણો અથડાય છે ત્યારે તેમાંથી ક્લોરીન અને બ્રોમીન અણુ (ઍટમ) નીકળે છે. આ ઍટમ ઓઝોન લેયરને પાતળું કરે છે. જેના કારણે છીદ્ર મોટું થતું જાય છે.

નાસાના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે આવી સ્થિતિ દક્ષિણ ધ્રુવ એટલે કે સાઉથ પોલ એટલે કે એન્ટાર્કટિકા પર ઓઝોન લેયરમાં જોવા મળે છે. પરંતુ આ વખતે આવું ઉત્તર ધ્રુવ એટલે કે નૉર્થ ફોલના ઓઝોન લેયરમાં જોવા મળ્યું છે. નોંધનીય છે કે સ્ટ્રેટોસ્ફિયરનું લેયર ધરતી ઉપર 10થી 50 કિલોમીટર સુધી હોય છે. આની વચ્ચે ઓઝોન લેયર રહે છે, જે ધરતી પર રહેતા જીવોનો સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે.

વસંત ઋતુમાં દક્ષિણ ધ્રુવનું ઓઝોન લેયર અંદાજે 70 ટકા ગાયબ થઈ જાય છે. અમુક જગ્યા પર લેયર રહેતું જ નથી. પરંતુ ઉત્તર ધ્રુવ પર આવું નથી જોવા મળતું. અહીં લેયર પાતળું થતું આવ્યું છે પરંતુ આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે તેમાં મોટું છીદ્ર જોવા મળ્યું છે. ઓઝોન લેયર પર અભ્યાસ કરતા કૉપનિકસ એટમસ્ફિયર મૉનિટરિંગ સર્વિસના નિર્દેશક વિનસેન્ટ હેનરી પિઉચ કહે છે કે ઓછું તાપમાન અને સૂર્યના કિરણો વચ્ચે ટક્કરથી થયેલી રાસાયણિક પ્રક્રિયાથી આવું બન્યું છે.

વિનસેન્ટ હેનરીએ કહ્યું કે આપણે પ્રદૂષણ ઓછું કરવાનો પ્રયાસ કરવો જોઇએ. આ વખતે ઓઝોનમાં જે છીદ્ર થયું છે તેના પર દુનિયાભરના વૈજ્ઞાનિકોએ અભ્યાસ કરવો જોઈએ. આપણે સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલા ક્લોરીન અને બ્રોમીનના પ્રમાણને ઓછું કરવું જોઈએ. વિનસેન્ટે આશા વ્યક્ત કરી છે કે ઓઝોન લેયરનું આ છીદ્ર ઝડપથી ભરાવા લાગશે. ઋતુમાં પરિવર્તન સાથે આવું થશે. આ વખતે આપણે વર્ષ 1987માં થયેલા મૉન્ટ્રિઅલ કરારને અમલમાં લાવવો જોઇએ. સૌથી પહેલા ચીનમાં ઉદ્યોગોમાંથી થતાં પ્રદૂષણ પર રોક લગાવવી જોઇએ.