સાયન્સઃ 2018ની સ્થિતિએ શિક્ષણનુ સ્તર કથળ્યું, જાણો સંપૂર્ણ સ્થિતિ

અટલ સમાચાર, મહેસાણા માર્ચ-2019 વિજ્ઞાન પ્રવાહમાં 139 કેન્દ્રો ઉપર 1,47,789 પરીક્ષાર્થી નોંધાયેલ હતાાં. તે પૈકી 1,46,808 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યનુ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ 71.90 ટકા આવેલ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.12 સાયન્સની પરીક્ષાનું પરિણામ ગુરૂવારના રોજ જાહેર કર્યું છે. આ વર્ષે 71.90 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં ગત
 
સાયન્સઃ 2018ની સ્થિતિએ શિક્ષણનુ સ્તર કથળ્યું, જાણો સંપૂર્ણ સ્થિતિ

અટલ સમાચાર, મહેસાણા

માર્ચ-2019 વિજ્ઞાન પ્રવાહમાં 139 કેન્દ્રો ઉપર 1,47,789 પરીક્ષાર્થી નોંધાયેલ હતાાં. તે પૈકી 1,46,808 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યનુ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ 71.90 ટકા આવેલ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.12 સાયન્સની પરીક્ષાનું પરિણામ ગુરૂવારના રોજ જાહેર કર્યું છે. આ વર્ષે 71.90 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં ગત વર્ષ કરતા એક ટકાનો ઘટાડો થયો છે.

સાયન્સઃ 2018ની સ્થિતિએ શિક્ષણનુ સ્તર કથળ્યું, જાણો સંપૂર્ણ સ્થિતિ

આ વખતે રિઝલ્ટમાં એક વાત ચોંટીને આંખે વળગે છે કે 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની કુલ સંખ્યા 35 નોંધવામાં આવી છે. આ સંખ્યા ગત વર્ષની સંખ્યાની સરખામણીમાં ઓછી થઇ છે. ગયા વર્ષે આ સંખ્યા 42 હતી. જ્યારે બીજી બાજુ 10 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 49 છે. ગત વર્ષે 26 જ હતી, એટલે 10 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે. જે બતાવે છે કે, શિક્ષણનું સ્તર વધવું જોઈએ તે ઘટી રહ્યું છે. માત્ર ગ્રુપ મુજબ પરિણામ વધ્યું જે બાકી નિરાશા સાંપડી છે. જેમાં એ-1, એ-2 અને AB ગ્રુપના ઉમેદવારોનું પરિણામ વધ્યું છે.

ધો.12 સાયન્સમાં સમગ્ર ગુજરાતમાંથી 1.47 લાખ વિદ્યાર્થી અને ગુજકેટમાં 1.34 લાખ વિદ્યાર્થી નોંધાયા હતા. ધો.12 સાયન્સ સેમેસ્ટર સિસ્ટમના 10 હજાર વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. દરેક શાળાઓમાં ધો.12 સાયન્સ અને ગુજકેટની માર્કશીટ મોકલી દેવામાં આવી છે.

ઉત્તર ગુજરાતનું ટકાવારી પરિણામ

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ મહેસાણા જિલ્લો અને સૌથી ઓછુ અરવલ્લી જિલ્લાનું નોંધાયું છે. જેમાં મહેસાણા 80.85, પાટણ 73.19, સાબરકાંઠા 65.15, બનાસકાંઠા-75.44, અરવલ્લી 61.80 (પરિણામ ટકામાં)

ગત વર્ષ કરતાં ચાલુ સાલે નિરાશાજનક પરિણામ

ચાલુ વર્ષનું સાયન્સ પરિણામે ગત વર્ષ કરતાં નિરાશા જન્માવી છે. 2018માં વિદ્યાર્થીનીઓએ 74.91 પરિણામ ચાલુ વર્ષમાં 72.01 થતાં એકંદરે 2 ટકા ઘટ્યું છે. જ્યારે વિદ્યાર્થીઓનું 2018માં 71.84 ટકા હતું જે 2019માં 71.83 રહ્યું છે.

સૌથી વધુ પરિણામ મેળવનાર કેન્દ્રઃ જામનગરનું ધ્રોલ

સૌથી વધુ પરિણામ મેળવવામાં ધ્રોલ કેન્દ્રએ બાજી મારી 91.60 ટકા મેળવ્યું છે. ગત વર્ષ 95.65 ટકા હતું જેમાં પણ 4 ટકા ઘટાડો થયો છે. ગત વર્ષે પણ આ કેન્દ્ર ટોપ પર રહ્યું હતું. જ્યારે સૌથી ઓછુ મેળનાર કેન્દ્ર બોડેલી છે જેણે ગત વર્ષે 27.61 રહ્યું હતું જે 2019માં 27.19 રહ્યું છે.

સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો

ગુજરાતભરમાં સૌથી વધુ પરિણામ 2018 અને 2019માં રાજકોટે એક નંબર મેળવ્યો છે. ગત વર્ષે 85.03 ટકા જ્યારે ચાલુ વર્ષમાં 84.47 ટકા પ્રાપ્ત કર્યું છે. જેમાં પણ ઘટાડો નોંધાયો છે.

સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો

નિમ્નસ્તરનુ રિઝલ્ટ મેળવવામાં છોટાઉદેપુર રહ્યુ છે. 2018માં 35.64% જે 2019માં 29.81% રહ્યું. આ જિલ્લાએ ગત વર્ષની સરખામણીએ પણ આશરે 5 ટકાનો ઘટાડો કર્યો છે.

ટોપ ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યા વધી

ઓવરઓલ પરિણામને સરખાવતાં ખુશીની વાત એક જ રહી છે કે, ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે એ-1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓ વધ્યા છે. જે 2018માં 136 હતા જે 2019માં 254 નોંધાયા જેથી 118 વિદ્યાર્થીઓ વધ્યા છે. જ્યારે એ-2માં 2018માં 2838 અને 2019માં 3690 નોંધાયા છે એટલે કે 852 વિદ્યાર્થીઓ સારૂ પરિણામ મેળવવામાં સફળ રહ્યા.

ગેરરીતિના કેસોમાં પણ વધારો

ગત વર્ષ કરતાં 2019ના વર્ષમાં ગેરરીતિના કેસો સાયન્સ પ્રવાહમાં વધ્યા છે. જે 2018માં 120 હતા અને 2019માં 365 થયા છે. એટલે કે સીસીટીવી કેમેરા વચ્ચે વિદ્યાર્થીઓ કોપી કરવાના ગુનામાં ભરાયા છે.