file photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે જોડાયેલા અને દુનિયાના પ્રખ્યાત સ્વાસ્થ્ય વૈજ્ઞાનિક ડેવિડ નાબ્રરએ કહ્યું કે, કોરોના મહામારી હજુ માત્ર પોતાના શરૂઆતના તબક્કામાં છે. ડેવિડ અનુસાર, કોરોનાની બીજી લહેર આવવાની આશંકા ટળી નથી અને તે વધારે ખતરતનાક સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે. ટેલીગ્રાફમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડેવિડ નાબ્રરોએ આ જાણકારી બ્રિટનની સંસદની હાઉસ ઓફ કોમન્સ ફોરેન અફેયર્સ કમિટીને જણાવ્યું કે, હાલમાં કોરોના વાયરસને લઈ ચિંતા મુક્ત થવાથી મોટુ નુકશાન થઈ શકે છે. ડેવિડે કહ્યું કે, આ સમય રાહતનો શ્વાસ લેવાનો નથી પરંતુ ભવિષ્યમાં આવનારી મોટી તાબાહી માટે તૈયાર રહેવાનો છે.

ડેવિડ નાબ્રરોએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રતિનિધિ છે અને બ્રિટનની પ્રતિષ્ઠિત ઈમ્પેરિયલ કોલેજ લંડન ઈન્સ્ટીટ્યુટ ઓફ ગ્લોબલ હેલ્થ ઈનોવશનના કો-ડાયરેક્ટર પમ છે. ડેવિડે ખાસ કરીને યૂરોપને લઈ કહ્યું કે, કોરોનાની બીજી લહેર આવવા પર પરિસ્થિતિ બગડી શકે છે. ડેવિડે બ્રિટનના સાંસદોને જણાવ્યું કે, કેમ કે કોરોના વાયરસ બેકાબૂ થઈ ગયો હતો, જેથી હવે વૈશ્વિક ઈકોનોમિમાં ન માત્ર મંદી પરંતુ તેનાથી પણ વધારે ખરાબ પરિસ્થિતિનો ખતરો પેદા થઈ ગયો છે. તેમણે કહ્યું કે, આ કોઈ સાયન્સ ફિક્શન મૂવીથી પણ વધારે ખરાબ પરિસ્થિતિ છે.

WHOના વિશેષ પ્રતિનિધિ ડેવિડ નાબ્રરોએ અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોના દાવાને પણ ભગાવી દીધો કે, ચીન તરફથી WHO પ્રમુખને ખરીદી લેવામાં આવ્યા હતા, આ કારણથી સંગઠન કોરોના મહામારી પર ઉચિત પગલા ન ભરી શક્યું. ડેવિડે કહ્યું કે, વાયરસના કારણે અર્થવ્યવસ્થાને એટલું બધુ નુકશાન થયું છે કે, ગરીબોની સંખ્યા ડબલ થઈ શકે છે. તેમણે કહ્યું કે, આપણે હજુ મહામારીની વચમા પણ નથી પહોંચ્યા, આ તો માત્ર શરૂઆત જ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ પહેલા WHO પ્રમુખ ડો. ટેડ્રોસ એડનોમ ગેબ્રિયેસસે કહ્યું કે, દુનિયાના અનેક દેશ કોરોનાને હરાવવા માટે ખોટી દીશામાં જઈ રહ્યા છે. ડો. ટેડ્રોસે કહ્યું કે, કોરોના વાયરસથી સંક્રમણના નવા કેસ સતત વધી રહ્યા છે, તેનાથી એ સાબિત થાય છે કે, જે સાવધાનીના ઉપાય કરવામાં આવી રહ્યા છે, તેનું યોગ્ય પાલન નથી કરવામાં આવી રહ્યું. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, જો નક્કર પગલા ભરવામાં નહીં આવે તો, કોરોના વાયરસની મહામારી બદથી બત્તર થતી જશે. ઉત્તરી અને દક્ષિણ અમેરિકા આ મહામારીની ચપેટમાં હાલમાં પૂરી રીતે ફસાયેલું છે. અમેરિકામાં સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે સંક્રમણના નવા મામલા સળંગ ઝડપી વધી રહ્યા છે.

WHOના ડાયરેક્ટર ટ્રેડોસ ગેબ્રેસિેસે કહ્યું કે, બાળકો પર મહામારીની સૌથી ખતરનાક અસર થાય છે. જોકે, સ્કૂલોને અસ્થાયી રીતે એવા જ વિસ્તારમાં બંધ કરવી જોઈએ, જ્યાં સંક્રમણનો વધારે ખતરો હોય. સ્કૂલોને બંધ રાખવી મહામારીને પહોંચીવળવા માટે સૌથી અંતિમ પગલું હોવું જોઈએ. સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનિું પૂરૂ ધ્યાન રાખવું જોઈએ.

28 Oct 2020, 8:20 AM (GMT)

COVID-19 Global Stats

44,283,038 Total Cases
1,172,075 Death Cases
32,466,672 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code