વૈજ્ઞાનિકોએ બનાવ્યો સ્પેશ્યલ ડાયટ પ્લાનઃ 1 કરોડ લોકોના મૃત્યુ અટકાવી શકાશે

અટલ સમાચાર, ડેસ્ક આપણા વડીલો યોગ્ય કહે છે કે આપણા દાળભાત અને શાકભાજી સારામાં સારો ખોરાક છે હવે આ બાબતની પુષ્ટી એક મોટા અભ્યાસે કરી દીધી છે. મેડીકલ જર્નલ લાન્સેટમાં છપાયેલ એક રીપોર્ટ અનુસાર વર્ષ 2050 સુધી લગભગ 1000 કરોડની થનારી દુનિયાની વસ્તીને લાંબા સમય સુધી ભરપેટ પાૈષ્ટીક આહાર આપવાનું વૈશ્વીક સમાધાન રજૂ કરવામાં આવ્યુ
 
વૈજ્ઞાનિકોએ બનાવ્યો સ્પેશ્યલ ડાયટ પ્લાનઃ 1 કરોડ લોકોના મૃત્યુ અટકાવી શકાશે

અટલ સમાચાર, ડેસ્ક

આપણા વડીલો યોગ્ય કહે છે કે આપણા દાળભાત અને શાકભાજી સારામાં સારો ખોરાક છે હવે આ બાબતની પુષ્ટી એક મોટા અભ્યાસે કરી દીધી છે. મેડીકલ જર્નલ લાન્સેટમાં છપાયેલ એક રીપોર્ટ અનુસાર વર્ષ 2050 સુધી લગભગ 1000 કરોડની થનારી દુનિયાની વસ્તીને લાંબા સમય સુધી ભરપેટ પાૈષ્ટીક આહાર આપવાનું વૈશ્વીક સમાધાન રજૂ કરવામાં આવ્યુ છે. વૈજ્ઞાનિકોએ ખાનપાનમાં ફેરફાર લાવવા કહ્યુ છે. જેથી લોકોની તબીયતમાં સુધારો થાય.

અભ્યાસ અનુસાર ખાંડ અને રેડમીટ જેવા હાનિકારક ચીજો લેવાનુ ઓછુ કરવુ જોઈએ તેમજ ફળ અને શાકભાજી, સુકામેવાનો ખોરાક વધારવો જોઈએ. 16 દેશોના 37 વૈજ્ઞાનિકોએ 3 વર્ષ સુધી અભ્યાસ કરી રિપોર્ટ આપ્યો છે. રીપોર્ટ અનુસાર હાલ દુનિયામાં 82 કરોડ લોકોને પુરતુ ખાવાનુ મળતુ નથી અને બાકીના અનહેલ્ધી ડાયટ આરોગે છે. 2050 સુધીમાં જ્યારે વિશ્વની વસ્તી 1000 કરોડ થઈ જશે ત્યારે વિશ્વના લોકો સમક્ષ પેટ ભરવાની સાથે પૌષ્ટીક ભોજનની ઉપલબ્ધતા એક પડકાર રહેશે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે અનહેલ્ધી ફુડ ખાવાથી અનેક બિમારીઓ જેમ કે સ્થુળતા અને કુપોષણ જેવા રોગો ટપકી પડે છે. તંદુરસ્ત રહેવા માટે આહારમાં યોગ્ય કેલેરી હોવી જરૂરી છે. જેમાં કોઈને કોઈ શાકાહારી ચીજો હોવી જોઈએ. નોનવેજ ચીજો ઓછી હોવી જોઈએ, સેચુરેટેડ ફેટને બદલે અનસેચુરેટેડ ફેટ અને અત્યંત પ્રોસેસ ફુડ અને અલગથી ભેળવાતી ખાંડ ઓછી થવી જોઈએ. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે અમે જે ડાયટ બનાવ્યો છે તે દરેક પ્રકારના ભોજન, અલગ અલગ જગ્યાની કૃષિની રીત, ત્યાં રહેતા લોકોની સંસ્કૃતિ અને દરેક માણસ શાકાહારી, માંસાહારી કે વેગન ડાયટ જેવી પ્રાઈવેટ પસંદ-નાપસંદ પર આધારીત છે. જો આવુ ફુડ લેવાય તો ધરતીને પણ ફાયદો થશે. પાણીની બરબાદી અટકશે. પર્યાવરણનું રક્ષણ થશે, અનેક જાતિને બચાવી શકશે.

જો પૃથ્વી પર મોજુદ બધા લોકો પોતાના ખાન-પાનમાં માંસ અને ખાંડનો ઉપયોગ 50 ટકા ઓછો કરી દે તો દર વર્ષે સમય પહેલા મરતા લોકોની સંખ્યામાં 1 કરોડનો ઘટાડો થઈ શકે તેમ છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે જો ચાર્ટને અપનાવવામાં આવે તો 2050 સુધીમાં એક કરોડ લોકોનુ પેટ ભરી શકાશે. જો કે માત્ર ડાયટ બદલવાથી વધુ ફાયદો ત્યાં સુધી નહિ થાય જ્યાં સુધી ખાવાપીવાની બરબાદી ચાલુ રહેશે. ધ પ્લેનેટ્રી હેલ્થ ડાયટ નામના આ ડાયટને તૈયાર કરવામાં બે વર્ષનો સમય લાગ્યો. જેમાં જળવાયુ પરિવર્તનથી લઈને આહાર સુધીનાનો સમાવેશ કરવામાં આવે છે. હાલ દુનિયાની વસ્તી 7.7 અબજ છે જે 2050 સુધીમાં વધીને 1000 કરોડ થઈ જશે. આ વસ્તી એટલી મોટી છે જેનુ પેટ ભરવાનું પણ પડકારજનક હશે. રોજ આપણે 2500 કેલેરીની જરૂર રહે છે. માંસ 14 ગ્રામ લેવાય તો ૩૦ કિલો કેલેરી થાય, શાકભાજી 250 ગ્રામ લેવાય તો 78 કિલો કેલેરી થાય, ડેરી પ્રોડકટ 250 ગ્રામ આનાથી 153 કિલો કેલેરી થાય, અનાજ 232 ગ્રામ લેવાય તો એટલે કે 811 કિલો કેલેરી થાય, ખાંડ 31 ગ્રામ લેવાય તો 120 કિલો કેલેરી મળે. સ્ટાર્ચવાળા શાકભાજી 50 ગ્રામ તો 39 કિલો કેલેરી થાય, ઈંડા, માછલી 195 ગ્રામ વગેરેથી 696 કિલો કેલેરી મળે, ફળ 200 ગ્રામ તો 126 કિલો કેલેરી મળે.

યુરોપ અને નોર્થ અમેરિકાના લોકો રેડમીટ વધુ ખાય છે જે ઓછું કરવાની જરૂર છે. જ્યારે પૂર્વ એશિયાના લોકોએ માછલી ખાવાનુ ઓછું કરવુ જોઈએ અને આફ્રિકાના લોકોએ સ્ટાર્ચવાળા શાકભાજી ઓછા કરવા જોઈએ. જો દુનિયાના અલગ અલગ હિસ્સામાં મોજુદ લોકો પોતાના ડાયટમાં અલગ અલગ પ્રકારનો ફેરફાર કરે તો એક પરફેકટ ડાયટ તૈયાર થઈ શકે. જે તમને હાર્ટએટેક, કેન્સર, સ્ટ્રોક જેવી બિમારીઓથી બચાવશે અને 1કરોડ લોકોના જીવ બચશે.