આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,મહેસાણા

સોમનાથ ટ્રસ્ટ દ્વારા આગામી 23,24 અને 25 ફેબ્રુઆરીએ દ્વિતીય દ્વાદશ જયોતિર્લિંગ સમારોહનું આયોજન કરાયુ છે. મહત્વનું છે કે દ્વાદશ જયોતિર્લિંગનો કાર્યકમ આ અગાઉ ઉજજૈન ખાતે યોજવામાં આવ્યો હતો.


ભારતના ૧ર જયોતિર્લિંગ પૈકી સમુદ્વના તટે બિરાજમાન પ્રથમ જયોતિર્લિંગ ભગવાન ખાતે આગામી 23,24 અને 25 ફેબ્રુઆરીએ દ્વિતીય દ્વાદશ જયોતિર્લિંગ સમારોહનું આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યુ છે. જેમાં કાર્યકમને અનુલક્ષી ભારતના અન્ય તમામ જયોતિર્લિંગોના ટ્રસ્ટીઓ, અધિકારીગણ તથા પુજારીઓને આ કાર્યકમમાં સહભાગી થવા નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. સાથે સાધુ-સંતો,સંસ્કૃતના વિદ્વાનો તથા અન્ય મહાનુભાવોને પણ આમંત્રણ આવ્યુ છે.
આ કાર્યકમને લઇ આજે મહેસાણા ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયુ હતુ. આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયુ હતુ કે, આગામી ર૧ ફેબ્રુઆરીના રોજ મહેસાણાના આરએસએસ કાર્યાલય ખાતે આરતી કરી રથયાત્રાનો શરૂ કરાશે જે મહેસાણાના વિવિધ વિસ્તારોમાં ફરીને રાત્રે ૮:3૦ વાગ્યે સોમનાથ જવા રવાના થશે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code