સુરક્ષાઃ 26 જાન્યુઆરીને લઇ BSFએ ગુજરાત અને સરહદી વિસ્તારોમાં આપ્યું અલર્ટ

અટલ સમાચાર, ડેસ્ક ભારત-પાકિસ્તાન બોર્ડર પર બોર્ડર સિક્યોરિટી ફોર્સએ ‘ઓપરેશન સર્દ હવા’ શરૂ કર્યું છે. તેના માટે જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, અને ગુજરાતની બોર્ડર પર 15 દિવસનું એલર્ટ રજૂ કરાયું છે. કોઇપણ પ્રકારના આતંકી હુમલાને ઉકેલવા માટે બીએસએફએ બોર્ડર પર સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. 26 જાન્યુઆરીએ કોઇ અપ્રિય આંતકી ઘટના ન બને આ કારણથી BSFએ
 
સુરક્ષાઃ 26 જાન્યુઆરીને લઇ BSFએ ગુજરાત અને સરહદી વિસ્તારોમાં આપ્યું અલર્ટ

અટલ સમાચાર, ડેસ્ક

ભારત-પાકિસ્તાન બોર્ડર પર બોર્ડર સિક્યોરિટી ફોર્સએ ‘ઓપરેશન સર્દ હવા’ શરૂ કર્યું છે. તેના માટે જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, અને ગુજરાતની બોર્ડર પર 15 દિવસનું એલર્ટ રજૂ કરાયું છે. કોઇપણ પ્રકારના આતંકી હુમલાને ઉકેલવા માટે બીએસએફએ બોર્ડર પર સૈનિકોની સંખ્યા વધારી દીધી છે.

26 જાન્યુઆરીએ કોઇ અપ્રિય આંતકી ઘટના ન બને આ કારણથી BSFએ દેશની બોર્ડર પર સુરક્ષા વધારી દીધી છે. તેમજ સમગ્ર દેશમાં એલર્ટ આપવામાં આવ્યું છે. BSFએ 15 દિવસનું એલર્ટ આપ્યું છે. કોઇપણ આતંકી ઘટનાને પહોંચી વળવા માટે BSFએ બોર્ડર પર ટૂપ્સની સંખ્યા વધારી દીધી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુપ્ત એજન્સીને મળેલી માહિતી મુજબ 6 રીતે આતંકી ભારત પર હુમલો કરી શકે છે. પાકિસ્તાન અફઘાની અને તાલિબાની આતંકીઓની ભારતમાં ઘૂસણખોરી કરાવી શકે છે. પાકિસ્તાન આતંકી ડ્રોન દ્રારા હથિયાર મોકલી શકે છે. BSFના સૂત્રના જણાવ્યાં મુજબ આતંકી કમાન્ડર પાર આર્મી અને ISIની મદદથી પ્રી પ્રોગ્રામ્ડ ડ્રોન ઉપયોગ હથિયાર મોકલવા માટે કરી શકે છે. આ તમામ શક્યતાને જોતા બીએસએફએ સરહદી સીમા પર સુરક્ષા વધારી દીધી છે.