સુરક્ષા@ગુજરાતઃ કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં, પેરામિલિટરીની વધુ 7 કંપનીઓ મેદાને

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે લૉકડાઉન અમલમાં છે. આ લૉકડાઉનના કારણે રાજ્યની સ્થિતિને જોતા હવે સુરક્ષા સઘન કરવી પડે તેવા સંજોગો સર્જાયા છે. એક બાજુ અમદાવાદમાં ખૂબ કેસ વધી રહ્યા છે ત્યારે આ સંક્રમણમાં ઘરે જવા માંગતા શ્રમિકોની ધમાલના કારણે કાયદો વ્યવસ્થા ખોરવાઈ રહી છે. દરમિયાન સરકારે આ સ્થિતિના અનુસંધાનમાં રાજ્યમાં પેરામિલિટરીની
 
સુરક્ષા@ગુજરાતઃ કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં, પેરામિલિટરીની વધુ 7 કંપનીઓ મેદાને

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે લૉકડાઉન અમલમાં છે. આ લૉકડાઉનના કારણે રાજ્યની સ્થિતિને જોતા હવે સુરક્ષા સઘન કરવી પડે તેવા સંજોગો સર્જાયા છે. એક બાજુ અમદાવાદમાં ખૂબ કેસ વધી રહ્યા છે ત્યારે આ સંક્રમણમાં ઘરે જવા માંગતા શ્રમિકોની ધમાલના કારણે કાયદો વ્યવસ્થા ખોરવાઈ રહી છે. દરમિયાન સરકારે આ સ્થિતિના અનુસંધાનમાં રાજ્યમાં પેરામિલિટરીની વધુ 7 કંપનીઓ આપવામાં આવી છે. અગાઉ ફાળવવામાં આવેલી 3 અને હાલમાં ફાળવવામાં આવેલી 5 કંપની મળી CRPFની 8 કંપની અમદાવાદની સુરક્ષા કરશે. આ સાથે SRP અને પેરામિલિટરી મળી અને 38 કંપની અમદાવાદ શહેરને આપવામાં આવી છે. આ કંપનીઓ કન્ટેનમેન્ટઝોનની સુરક્ષા કરશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગરમાંથી રાજ્યની કાયદો અને વ્યવસ્થાની કાયમી પ્રેસ કૉન્ફરન્સને સંબોધતા રાજ્યના પોલીસ વડા (DGP શિવાનંદ ઝાએ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે રાજ્યમાં સઘન બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા માટે
પેરામિલિટરીને મદદ માટે મોકલવામાં આવી છે. આ સાથે રેપિડ એક્શન ફોર્સ (RAF)ની કંપનીઓ પણ મેદાને આવશે. રાજ્યમાં પેરામિલિટરી ઉતારવામાં આવશે. રાજ્યમાંથી રેડઝોનનું સંક્રમણ ફેલાય નહીં તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે.’

શિવાનંદ ઝાએ ઉમેર્યુ કે રાજ્યમાં સુરત અને વડોદરાના કન્ટેઇનમેન્ટ ઝોનમાં પણ પેરામિલિટરી ફોર્સની વધુ કંપની આપવામાં આવી છે. રેડ ઝોન સિવાય ઑરેન્જ અને ગ્રીન ઝોનમાં પણ સુરક્ષા કડક રહેશે. આ તમામ ઝોનમાં પ્રતિબંધિત છે એવી બાબતો લોકો ધ્યાનમાં રાખે. આવા ઝોનમાં તમામ પ્રકારના ધાર્મિક મેળાવડાઓ અને ધાર્મિક કાર્યક્રમો બંધ રાખવા. પોલીસ દ્વારા તમામ ધાર્મિક સ્થળો બંધ રાખવામાં આવશે. ગઈકાલે અમદાવાદમાં ગુરૂદ્વારામાં એકઠાં થયેલા લોકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા છે. આ સાથે શિક્ષણ સંસ્થા અને થિયેટર અને મેરેજ હૉલ પણ બંધ રાખવામાં આવે.

ગુનાઓની સ્થિતિ

કાલે 8035વાહનો ડિટેઇનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, કાલે CCTVની મદદથી 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કાલે ડ્રોનની મદદથી 155 ગુના દાખલ થયા છે. 11355 ગુના આવા અત્યારસુધી દાખલ થયા છે અને 21093 લોકો આ ગુનાઓમાં ઝડપાપાય છે. CCTV ફૂટેજની મદદથી 8 ગુના દાખલ થયા છે. આ ગુનામાં અત્યારસુધી 3775 લોકોની ધરપકડ થઈ છે. રાજ્યમાં કાલે સોશિયલ મીડિયા મોનિટરિંગના આધારે 11 ગુના દાખલ થયા છે. અત્યારસુધીમાં 668 ગુના દાખલ થયા છે. અફવા ફેલાવવા બદલ 70 એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે. કુલ 628 એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે. વાહનોમાં લાગેલા કેમેરાની મદદથી કાલે 56 ગુના દાખલ કરવામાં આવ્યા છે.