આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

શેર બજારના અઠવાડિયાની શરૂઆત વધારા સાથે કરી છે. સેન્સેક્સ સોમવારે 70 અંકોના વધારા સાથે 36741.57 પર ખુલ્યું હતુ. થોડી વારમાં જ તે 309 પોઈન્ટ વધીને 36797.98 સુધી પહોંચી ગયો હતો. નિફ્ટીમાં 101 અંકોનો વધારો જોવા મળ્યો હતો. તે 11736.00 સુધી વધ્યો હતો. BSE પર કોલ ઈન્ડિયા, ONGC અને SBIના શેરોમાં 2% કરતા વધુનો વધારો નોંધાયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરમાં 1.35 ઉછાળો આવ્યો હતો.

વિશ્લેષકોનું કહેવુ છે કે, સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ શેર બજારમાં ચૂંટણી પહેલાની તેજી જોવા મળી રહી છે. તે આગળ જતા ચાલુ રહી શકે છે. જુના આંકડાઓ પરથી એ વાત ચોક્કસપણે કહી શકાય કે હાલની સરકારની જીતની સંભાવનાઓ વધુ હોવાને કારણે બજારમાં ચૂંટણી પહેલા તેજીનો દોર આવ્યો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code