ગંભીર@સમી: રેકર્ડ નાશ અંગે તાલુકા પંચાયતનું અજ્ઞાન દર્શાવતી ઘટના

અટલ સમાચાર, મહેસાણા પાટણ જીલ્લાની સમી તાલુકા પંચાયતના રેકર્ડ સંબંધિત જ્ઞાન સામે સવાલો અને આક્ષેપો થયા છે. તાજેતરમાં રેકર્ડ નાશ કરવાની પ્રક્રીયા સામે આંખ આડા કાન કરી ઇચ્છાનુસાર કાર્ય કર્યાનું સામે આવ્યુ છે. આ સાથે ભંગારના વેચાણમાં પણ લાલિયાવાડી કરતા પંચાયત આલમમાં ચકચાર મચી ગઇ છે. રેકર્ડના વર્ગીકરણથી લઇ નાશ કરવા સુધીના નિયમો સામે અજ્ઞાન
 
ગંભીર@સમી: રેકર્ડ નાશ અંગે તાલુકા પંચાયતનું અજ્ઞાન દર્શાવતી ઘટના

અટલ સમાચાર, મહેસાણા

પાટણ જીલ્લાની સમી તાલુકા પંચાયતના રેકર્ડ સંબંધિત જ્ઞાન સામે સવાલો અને આક્ષેપો થયા છે. તાજેતરમાં રેકર્ડ નાશ કરવાની પ્રક્રીયા સામે આંખ આડા કાન કરી ઇચ્છાનુસાર કાર્ય કર્યાનું સામે આવ્યુ છે. આ સાથે ભંગારના વેચાણમાં પણ લાલિયાવાડી કરતા પંચાયત આલમમાં ચકચાર મચી ગઇ છે. રેકર્ડના વર્ગીકરણથી લઇ નાશ કરવા સુધીના નિયમો સામે અજ્ઞાન હોવાની ઘટના સામે આવી છે.

સમી તાલુકા પંચાયતે રેકર્ડનું ફાઇલ ઉપર વર્ગીકરણ કર્યા વિના સમજ મુજબ કેટલીક ફાઇલો અભરાઇએ કરી તો કેટલીક ફાઇલો નાશ કરી છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, તાલુકા પંચાયતના કલાર્ક સહિતની ટીમે ક,ખ,ગ,ઘ સહિતના વર્ગીકરણ વિના બિનજરૂરી લાગતા રેકર્ડનો નાશ કરી ત્રણ ભાવપત્રક મંગાવવામાં પણ બેદરકારી દાખવી હોવાનું પણ સામે આવ્યુ છે.

ગંભીર@સમી: રેકર્ડ નાશ અંગે તાલુકા પંચાયતનું અજ્ઞાન દર્શાવતી ઘટના

રેકર્ડ નાશ સાથે સાથે કેટલાંક દિવસો અગાઉ લોખંડ સહિતનો ભંગાર નિકાલ કરવાની પધ્ધતિ સામે ચેડાં કર્યાની વાત સામે આવી છે. સુત્રોએ ઉમેર્યુ હતુ કે, રેકર્ડ નાશ કરવામાં અને ભંગારના નિકાલમાં નાણાંકીય ગેરરિતિ કરતા સમગ્ર પ્રક્રીયાને અનુસરવા બેદરકારી દાખવી છે. જેનાથી સમગ્ર તાલુકા પંચાયતના સત્તાધીશોની સમજ અને જ્ઞાન સામે આશંકા વધી છે.