બનાસકાંઠાના ખેડૂતે પશુપાલનને બદલે મધમાખી પાલનથી કરી લાખોની કમાણી

અટલ સમાચાર, પાલનપુર (રામજી રાયગોર) બનાસકાંઠાના મડાલ ગામના ખેડૂતે મધમાખીનું ઉત્પાદન કરી વર્ષે લાખોની કમાણી કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે. ખેડૂતે તબક્કાવાર મધમાખી બોક્ષ વધારી ૯થી ૧૦ ટન મધ ઉત્પાદન કરી ગણતરીના મહિનામાં રૂ. ૧૪ લાખ ઉપરાંતનો નફો મેળવ્યો છે. ખેડૂતે ખેતી અને પશુપાલનથી અલગ જઈ મધમાખી પાલનનો રસ્તો લીધો છે. બનાસકાંઠા જિલ્લાના અમુક ખેડૂતો
 
બનાસકાંઠાના ખેડૂતે પશુપાલનને બદલે મધમાખી પાલનથી કરી લાખોની કમાણી

અટલ સમાચાર, પાલનપુર (રામજી રાયગોર)

બનાસકાંઠાના મડાલ ગામના ખેડૂતે મધમાખીનું ઉત્પાદન કરી વર્ષે લાખોની કમાણી કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે. ખેડૂતે તબક્કાવાર મધમાખી બોક્ષ વધારી ૯થી ૧૦ ટન મધ ઉત્પાદન કરી ગણતરીના મહિનામાં રૂ. ૧૪ લાખ ઉપરાંતનો નફો મેળવ્યો છે. ખેડૂતે ખેતી અને પશુપાલનથી અલગ જઈ મધમાખી પાલનનો રસ્તો લીધો છે.

બનાસકાંઠા  જિલ્લાના અમુક ખેડૂતો મધમાખી ઉછેરથી મધનું ઉત્પાદન કરતાં થયા છે. તેમાં લાખણી તાલુકાના મડાલના ખેડૂત રાણાભાઇ લાલાજીભાઈ પટેલ મધમાખીના ઉછેરમાં કાઠું કાઢી રહ્યા છે. આ અંગે રાણાભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘બે વર્ષ પહેલાં મધમાખીના બી-બોક્ષ 50 રૂ. 4 હજારમાં ખરીધ્યા હતા.

બનાસકાંઠાના ખેડૂતે પશુપાલનને બદલે મધમાખી પાલનથી કરી લાખોની કમાણીજેમાંથી શરૂઆતમાં રૂ. 2.50 લાખના મધનું ઉત્પાદન મેળવ્યું હતું. જ્યારે બીજા વર્ષે 50 બોક્ષ વધારી 7 ટન મધનું ઉત્પાદન કરી રૂ. 7.50 લાખની કમાણી કરી હતી. આ પછી આ 15 થી 17 ટન મધનું ઉત્પાદન થશે તેવી આશા ખેડૂતે વ્યક્ત કરી હતી. અને ચાલુ વર્ષમાં કેટલાક વધુ બોક્ષ ઉમેરાતા 20 લાખથી વધુની આવક પ્રાપ્ત થશે તેમ જણાવ્યું હતું.

મધમાખી ઉછેર માટે હવામાનની અનુકૂળતા જેવા પ્રશ્નો રહેતા નથી. કોઈપણ પ્રકારનું હવામાન માફક આવી જાય છે. જોકે, આજુબાજુની જમીનમાં રાયડો, રજકો જેવા ફૂલોની ખેતી થતી હોયતો તેનાે મધમાખી ખોરાક તરીકે ગ્રહણ કરી મધમાં વધારો કરી આપે છે. એટલે કોઈપણ માૈસમમાં ઓછી મૂડીએ વધુ આવક રળી શકાય છે.