ગંભીર@બાયડ: શિક્ષકોની ભુમિકા સામે સવાલ ઉભા કર્યા, ધવલસિંહને હારનો ડર ?

અટલ સમાચાર, મહેસાણા ઉત્તર ગુજરાતની બાયડ વિધાનસભા બેઠકના ભાજપી ઉમેદવાર ધવલસિંહે મતદાન બાદ મોટી આશંકા વ્યક્ત કરી છે. અરવલ્લી જીલ્લા પંચાયત કોંગ્રેસની હોવાથી શિક્ષણ સમિતિ ચેરમેને ચુંટણીમાં શિક્ષકોને સુચિત કર્યાનો આક્ષેપ કર્યો છે. ધવલસિંહે શિક્ષકોની ભુમિકા સામે સવાલો ઉભા કરતા પરિણામ પહેલા જ હારનો ડર હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. જોકે બાયડ બેઠક મોટી લીડથી
 
ગંભીર@બાયડ: શિક્ષકોની ભુમિકા સામે સવાલ ઉભા કર્યા, ધવલસિંહને હારનો ડર ?

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાતની બાયડ વિધાનસભા બેઠકના ભાજપી ઉમેદવાર ધવલસિંહે મતદાન બાદ મોટી આશંકા વ્યક્ત કરી છે. અરવલ્લી જીલ્લા પંચાયત કોંગ્રેસની હોવાથી શિક્ષણ સમિતિ ચેરમેને ચુંટણીમાં શિક્ષકોને સુચિત કર્યાનો આક્ષેપ કર્યો છે. ધવલસિંહે શિક્ષકોની ભુમિકા સામે સવાલો ઉભા કરતા પરિણામ પહેલા જ હારનો ડર હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. જોકે બાયડ બેઠક મોટી લીડથી કબજે કરવાનો દાવો પણ ભાજપી ઉમેદવારે કર્યો છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

અરવલ્લી જીલ્લાની બાયડ બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે મહત્વની બની ગઇ છે. મતદારો માટે રીપીટ ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ પરિણામ પહેલા કેટલીક આશંકા વ્યક્ત કરી છે. જેમાં રાજકીય આક્ષેપોના સંદર્ભે મતદાનમાં શિક્ષકોની ભુમિકા પોતાને નુકશાનકારક બની શકે તેવી ટીપ્પણી કરતા પંથકમાં મામલો ગરમાયો છે. બાયડ બેઠકની મતગણતરી વાત્રક સ્થિત કોલેજમાં થાય તે પહેલા જ ભાજપ-કોંગ્રેસના દાવા અને આક્ષેપથી ચુંટણી પછી પણ ગરમાવો અટક્યો નથી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બાયડ બેઠકના ચુંટણી પરિણામોથી માત્ર ભાજપ-કોંગ્રેસને જ નહિ પરંતુ સામાજીક રીતે પણ વધુ અસરકારક બને તેમ છે. ઉત્તર ગુજરાતમાં રાધનપુર પછી બાયડ બેઠક અંગે વિવિધ દાવાઓ થઇ રહ્યા છે. જેથી પંથકના મતદારો અને સામાજીક આગેવાનો પરિણામની આતુરતા પુર્વક રાહ જોઇ બેઠા છે. ઉલ્લેખનિય છે કે, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની હાર અથવા જીત બાદ અનેક બાબતોમાં મોટા ફેરફાર થવાના છે.