આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ભાભર

કોરોના વાયરસને લઇ લોકડાઉનની હોવા છતાં ભાભર તાલુકાના ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. ઘર નજીકથી પસાર થતાં દરમ્યાન ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં બે જૂથ સામસામે આવી જતાં મારામારી સુધી પહોંચી ગયા હતા. લોકોને ઘરમાં રહેવાની અપીલ વચ્ચે ગામમાં જૂથ અથડામણ થતાં પોલીસબેડામાં દોડધામ મચી છે. ઘટનાને પગલે સામસામે પોલીસ ફરીયાદ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના બેડા ગામે સન્નાટો છતાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. હંસાબેન દિનેશભાઇ ઠાકોરે આપેલી ફરીયાદ મુજબ ગઇકાલે બપોરે અઢી વાગ્યે પતિ સાથે ઘરે હતા. આ દરમ્યાન સુરેશ વાલાજી ઠાકોર પોતાનુ બાઇક લઇ નીકળતા હંસાબેનના પતિએ ઘર આગળથી પસાર થવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાઇ જઇ સુરેશ ઠાકોર સહિત સાત લોકોએ ધોકા વડે જીવલેણ હુમલો કરતા ફરીયાદીના સાસુ સહિતના ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા.

maramari mehsana

આ તરફ સામે પક્ષે વિષ્ણુ વાલાજી ઠાકોરે પણ 9 લોકો સામે નામજોગ ફરીયાદ નોંધાવી છે. જેમાં પોતાના નાનો ભાઇ સુરેશ બાઇક લઇ કેનાલે પાણી બંધ કરવા ગયો હતો. આ દરમ્યાન દિનેશ પ્રેમજી ઠાકોરે ગેરકાયદેસર મંડળી રચી ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હોવાનું લખાવ્યુ છે. જેમાં ફરીયાદીના પિતાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, લોકડાઉનની સ્થિતિ વચ્ચે જીલ્લામાં જૂથ અથડામણની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. કોરોના વાયરસને લઇ લોકોને ઘરની બહાર જવા પ્રતિબંધ છતાં બે ટોળાં વચ્ચે ઝગડો થયો છે. રસ્તા ઉપર ચાલવાની નજીવી બાબતે જૂથ અથડામણની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.

વિષ્ણુજી વાલાજી ઠાકોરે આ લોકો સામે ફરીયાદ આપી

 • દિનેશભાઇ પ્રેમજી ઠાકોર (બેડા, તા.ભાભર, જી.બનાસકાંઠા)
 • પ્રેમજીભાઇ મણાજી ઠાકોર (બેડા, તા.ભાભર, જી.બનાસકાંઠા)
 • માદેવજી મણાજી ઠાકોર (બેડા, તા.ભાભર, જી.બનાસકાંઠા)
 • રામજીજી સવજીજી ઠાકોર (બેડા, તા.ભાભર, જી.બનાસકાંઠા)
 • મેઘાભાઇ મણાજી ઠાકોર (બેડા, તા.ભાભર, જી.બનાસકાંઠા)
 • વિક્રમજી પ્રેમજી ઠાકોર (બેડા, તા.ભાભર, જી.બનાસકાંઠા)
 • હંસાબેન પ્રેમજીભાઇ ઠાકોર (બેડા, તા.ભાભર, જી.બનાસકાંઠા)
 • હંસાબેન દિનેશભાઇ ઠાકોર (બેડા, તા.ભાભર, જી.બનાસકાંઠા)
 • માનસુંગજી ભારાજી ઠાકોર (બેડા, તા.ભાભર, જી.બનાસકાંઠા)

હંસાબેન દિનેશજી ઠાકોરે આ લોકો સામે ફરીયાદ આપી

 • સુરેશભાઇ વાલાજી ઠાકોર (બેડા, તા.ભાભર, જી.બનાસકાંઠા)
 • વિષ્ણુભાઇ વાલાજી ઠાકોર (બેડા, તા.ભાભર, જી.બનાસકાંઠા)
 • વાલાજી નગાજી ઠાકોર (બેડા, તા.ભાભર, જી.બનાસકાંઠા)
 • સોરમબેન વાલાજી ઠાકોર (બેડા, તા.ભાભર, જી.બનાસકાંઠા)
 • વિજુબેન પોપટજી ઠાકોર (બેડા, તા.ભાભર, જી.બનાસકાંઠા)
 • પોપટજી નગાજી ઠાકોર (બેડા, તા.ભાભર, જી.બનાસકાંઠા)
 • મહેશભાઇ મેવાભાઇ ઠાકોર (રહે. ઇન્દરવા જૂના, તા. ભાભર, જી.બનાસકાંઠા)

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code