ગંભીર@ભિલોડા: મહિલા સરપંચ અને સભ્ય ઝઘડ્યા, અંતે છેડતીની ફરિયાદ

અટલ સમાચાર, મહેસાણા, ખેડબ્રહ્મા ભિલોડા તાલુકાના ધમ્બોલિયા ગામે સભાને અંતે મહિલા સરપંચ અને સભ્ય સામસામે આવી ગયા હતા. સભ્યએ પોતાની વાત રજૂ કર્યા દરમ્યાન આક્રમક બની છેડતી કરી હોવાની રજૂઆત કરી છે. મહિલા સરપંચે શામળાજી પોલીસ સ્ટેશને સભ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પંચાયત આલમમાં ખળભળાટ મચી ગયો છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ધમ્બોલિયા ગ્રામ પંચાયતની શનિવારે
 
ગંભીર@ભિલોડા: મહિલા સરપંચ અને સભ્ય ઝઘડ્યા, અંતે છેડતીની ફરિયાદ

અટલ સમાચાર, મહેસાણા, ખેડબ્રહ્મા

ભિલોડા તાલુકાના ધમ્બોલિયા ગામે સભાને અંતે મહિલા સરપંચ અને સભ્ય સામસામે આવી ગયા હતા. સભ્યએ પોતાની વાત રજૂ કર્યા દરમ્યાન આક્રમક બની છેડતી કરી હોવાની રજૂઆત કરી છે. મહિલા સરપંચે શામળાજી પોલીસ સ્ટેશને સભ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પંચાયત આલમમાં ખળભળાટ મચી ગયો છે.

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ધમ્બોલિયા ગ્રામ પંચાયતની શનિવારે બપોરે બેઠક મળી હતી. બેઠકના અંતે સભ્ય હિતેશ નિનામાએ કેટલાક ઠરાવનો વિરોધ કર્યો હતો. વાતચીત દરમિયાન તલાટી સભા છોડી બહાર જતાં જ સભ્ય અને સરપંચ વચ્ચે ઘર્ષણ થયું હતું.

ઘટના બાદ મહિલા સરપંચ શામળાજી પોલીસ મથક દોડી ગયા હતા. જ્યાં સભ્ય હિતેશ નિનામા સામે છેડતીની ફરિયાદ દાખલ કરાવતાં ચકચાર મચી ગઇ છે. સમગ્ર મામલે મહિલા સરપંચના પતિએ જણાવ્યું હતું કે, સભા બાદ સભ્યએ છેડતી કરી હતી.

આ તરફ તલાટી પી.બી.ભોઇએ જણાવ્યું હતું કે, સભા બાદ હું પાણી માટે બહાર જતાં બંને બાખડી પડ્યા હતા. ભિલોડા તાલુકા વિકાસ અધિકારીએ ઘટના બની હોવાનું જાણી રીપોર્ટ મંગાવ્યો હોવાનું કહ્યું હતું.