આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

ચાણસ્મા તાલુકા મામલતદાર છેલ્લા કેટલાક દિવસોથી રજા ઉપર ઉતરી ગયા હોઇ મામલો ગરમાયો છે. પરવાનગી વગર રજા ઉપર ઉતરી બબ્બે વાર વિનંતી કર્યા બાદ કલેક્ટર કચેરી ઘ્વારા મંજુરી અપાઇ હતી. હવે જયારે ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો આતંક ઉભો થયો હોવાથી મામલતદાર ઉપર અસર થઇ છે. કલેક્ટરે આદેશ કરી મામલતદારને તાત્કાલિક હાજર થવા ફરમાન કરતા વહીવટી આલમમાં ચકચાર મચી ગઇ છે.

પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકા મામલતદાર એમ.કે.લિંડીયા એ.સી.બી.ની ફરીયાદ સહિતના કારણોસર રજા ઉપર ઉતરી ગયા છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, રજા ઉપર ગયા બાદ બે દિવસ સુધી મંજુરી મળી ન હતી. જોકે, પહેલીવાર રજા નામંજુર થયા બાદ બીજી વખત રજૂઆત કરતા કલેક્ટરે મંજુરી આપી હતી. હવે, વાયુ વાવાઝોડાની સંભવિત સ્થિતિ જોઇ કલેક્ટર કચેરી ઘ્વારા તમામ કર્મચારી અને અધિકારીઓની રજાઓ રદ્દ કરી દીધી છે.

આવી સ્થિતિમાં વિવાદો વચ્ચે ઘેરાયેલા ચાણસ્મા મામલતદારને તાત્કાલિક હાજર થવા નોટીસ ફટકારવામાં આવી છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, હાલમાં નાયબ મામલતદાર(મહેસુલ)ને ચાણસ્મા તાલુકા મામલતદારનો ચાર્જ અપાયો છતાં એમ.કે.લિંડીયાને હાજર થવા આદેશ થયો છે. ઉલ્લેખનિય છે કે, ચાણસ્મા મામલતદાર આગામી 30 જુને નિવૃત્ત થવાના હોઇ લાભો બચાવવા રજા ઉપર ઉતરી ગયા હોવાનું ચર્ચાઇ રહયુ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code