ગંભીર@ચાણસ્મા: મામલતદારે જમીન કેસમાં 6 લાખની લાંચ માંગ્યાનો આક્ષેપ

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

ચાણસ્મા મામલતદાર કચેરી ગંભીર પરિસ્થિતિનો સામનો કરતી હોવાનું સામે આવ્યું છે. જમીન કેસમાં પોતાની તરફેણમાં ચુકાદો લેવા લાંચની માંગણી કર્યાનો આક્ષેપ થયો છે. મામલતદારે 6 લાખની લાંચ માંગી હોવાનું જણાવી કલેક્ટરને રજૂઆત કરતાં વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે.

પાટણના મોદી કમલેશ દશરથલાલ નામના વ્યક્તિએ એક ઈસમ વિરૂધ્ધ ચાણસ્મા મામલતદારને અરજી કરી છે.  ખેડૂત હોવા અંગે શંકા વ્યક્ત કરી અરજી કરી છે. આ તરફ અરજદારે ધરમોડા ગામની સરવે નંબર 151 વાળી જમીન બાબતે હકીકત છુપાવી  રજૂઆત હોવાની દલીલ કરી છે.

જેની સામે ચાણસ્મા મામલતદાર એમ.કે. લિંડીયા દ્વારા તપાસનું નાટક કરી દબાણમાં લાવવાનો પ્રયત્ન કરતા હોવાની દલીલ થઈ છે. જો તમારી તરફેણમાં ચુકાદો જોઈતો હોય તો, છ લાખ રૂપિયાનો વ્યવહાર કરવો પડશે તેવો આક્ષેપ વ્યાસ હરેશભાઈ નામના વ્યક્તિએ કર્યો છે. લાંચ આપવા અરજદાર સંમત નહિ હોવાનું કહી સમગ્ર મામલે પાટણ કલેક્ટર અને એસીબીમા ફરિયાદ કરી છે. જેનાથી જિલ્લા વહીવટીતંત્રમાં ચકચાર મચી ગઇ છે ‌

લાંચની માંગણી કરવામાં આવી હાવાની ફરિયાદ ઉભી થતાં દરમિયાન મામલતદાર એમ.કે લિંડીયા રજા ઉપર ઉતરી ગયા છે. આવી સ્થિતિમાં મામલો ગંભીર બનતા  તપાસથી બચવા કચેરીથી દૂર ભાગી ગયાનો આક્ષેપ થયો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code