ગંભીર@દાહોદ: બજારભાવ જાણ્યા વગર, ટેન્ડર વિના કરોડોનો ઠેકો આપ્યો, હવે દોડધામ

અટલ સમાચાર, ડેસ્ક દાહોદ જિલ્લા ગ્રામવિકાસ એજન્સીએ ગત મહિને ઠેકો આપવા કાઢેલ વર્ક ઓર્ડર સામે ગંભીર સવાલો ઉભા થયા છે. બજારભાવ જાણ્યા વગર અને માત્ર અંદાજના આધારે ટેન્ડર વિના કરોડોનો ઠેકો આપી દીધો છે. પ્રિન્ટિંગના ઠેકેદારને લોખંડનું કામ આપી દેવા સહિતની કામગીરી શંકાસ્પદ બની છે. સમગ્ર મામલે દાહોદ જિલ્લાથી માંડી ગાંધીનગર ગ્રામવિકાસ કમિશ્નર કચેરીને જાણ
 
ગંભીર@દાહોદ: બજારભાવ જાણ્યા વગર, ટેન્ડર વિના કરોડોનો ઠેકો આપ્યો, હવે દોડધામ

અટલ સમાચાર, ડેસ્ક

દાહોદ જિલ્લા ગ્રામવિકાસ એજન્સીએ ગત મહિને ઠેકો આપવા કાઢેલ વર્ક ઓર્ડર સામે ગંભીર સવાલો ઉભા થયા છે. બજારભાવ જાણ્યા વગર અને માત્ર અંદાજના આધારે ટેન્ડર વિના કરોડોનો ઠેકો આપી દીધો છે. પ્રિન્ટિંગના ઠેકેદારને લોખંડનું કામ આપી દેવા સહિતની કામગીરી શંકાસ્પદ બની છે. સમગ્ર મામલે દાહોદ જિલ્લાથી માંડી ગાંધીનગર ગ્રામવિકાસ કમિશ્નર કચેરીને જાણ થતાં દોડધામ મચી ગઇ છે. હવે માર્ગ મકાન દ્વારા ચકાસણી કરવાનું નક્કી કર્યું છે.

ગંભીર@દાહોદ: બજારભાવ જાણ્યા વગર, ટેન્ડર વિના કરોડોનો ઠેકો આપ્યો, હવે દોડધામ

દાહોદ જિલ્લા પંચાયત હેઠળની ગ્રામવિકાસ એજન્સી દ્વારા ગામેગામ લોખંડના બોર્ડ લગાવવા ઠેકો આપેલો છે. સ્વચ્છતા અને રોજગારી બાબતે જાગૃતિ કેળવતા બોર્ડ લગાવવામાં આવ્યા છે. જેના વર્ક ઓર્ડરથી માંડી સમગ્ર પ્રક્રિયામાં ભ્રષ્ટાચારને ખુલ્લો અવકાશ મળ્યાના સવાલો ઉભા થયા છે. ટેન્ડર વિના એક કરોડ ચૌદ લાખનો વર્ક ઓર્ડર આપ્યો છે. જેમાં એક બોર્ડની કિંમત હકીકતે કેટલી હોય તે માટે બજારભાવ જાણ્યા વગર અંદાજે ગણીને કામ આપી દીધું છે.

ગંભીર@દાહોદ: બજારભાવ જાણ્યા વગર, ટેન્ડર વિના કરોડોનો ઠેકો આપ્યો, હવે દોડધામ

આ સાથે પ્રિન્ટિંગનુ કામ કરતા ઠેકેદારને લોખંડનું કામ સોંપ્યું હોઇ વચેટીયા મારફત છેક 300 કિમી દૂરથી બોર્ડ ખરીદ્યા હોવાનું સામે આવ્યું છે. અટલ સમાચાર ડોટ કોમ દ્વારા અહેવાલ બાદ ડીડીઓ ચોંકી ગયા હતા. હવે માર્ગ મકાન વિભાગ દ્વારા વેરિફિકેશન કરવાનું નક્કી કર્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

સૂત્રોએ જણાવ્યું હતું કે, સરેરાશ 10 હજારમાં ઉભું થતું બોર્ડ માટે 15 હજારનો ભાવ નક્કી કર્યો છે. ભાવ નક્કી કરવામાં ગ્રામ વિકાસ એજન્સી થાપ ખાઈ ગઈ કે ભ્રષ્ટાચાર માટે કર્યું તે સૌથી મોટો સવાલ છે. સમગ્ર બાબતે જિલ્લા વિકાસ અધિકારીએ હવે સરકારી SOR કઢાવ્યા બાદ અને સંપૂર્ણ વેરિફિકેશન પછી પેમેન્ટ કરવાનો આદેશ કર્યો છે.

જોકે ટેન્ડર વિના અને માત્ર અંદાજના આધારે કોણે, કેવી રીતે અને કેમ ઠેકો આપવામાં કચાશ રાખી તે સવાલો અત્યંત મહત્વના બન્યા છે. ઉલ્લેખનીય છે કે, જો 1.14 કરોડના કામમાં તમામ સરકારી નિયમોનું પાલન કર્યું હોત તો ઠેકો એક કરોડથી ઘણો ઓછો આવી શકતો હતો.

અટલ સમાચાર ડોટ કોમ ના અહેવાલ બાદ શું કહે છે ડીડીઓ ?

હું બધી વિગતોમાંથી પસાર થયો હમણાં, તે અંદાજિત ખર્ચ છે. કામ પૂર્ણ થયા બાદ સરકારી એસઓઆર અને રેટ અનુસાર આર અને બી તકનીકી ચકાસણી માટે આદેશ કરાયો છે. સરકારી ચકાસણી અને આર અને બી ની વિગતો અને ચકાસણી મળે તે પછી જ વાસ્તવિક ચુકવણી કરવામાં આવશે. હુકમ અંદાજીત ખર્ચ ઉપર કરવામાં આવ્યો હતો. પૈસાનો દુરુપયોગ થશે નહીં અમે ખાતરી કરીશું કે, બધું સાચા અર્થમાં અને સંપૂર્ણતા સાથે કરવામાં આવ્યું છે.