આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદ જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા પ્રયાસો વધારી દેવાયા છે. જેમાં રવિવારે શંકાસ્પદ ૫૪ લોકોના સેમ્પલ લેવાયા હતા જે તમામ નેગેટિવ આવ્યા હતા. ધંધૂકામાંથી જે એક મહિલા પોઝિટિવ કેસ મળ્યો હતો. તેમાં તે મહિલાના સંપર્કમાં આવેલા ૨૭ ઘરના સભ્યો સહિત કુલ ૨૩૫ લોકોની ઓળખ કરીને તેઓને હાલમાં ‘હોમ ક્વોરેન્ટાઇન’ માં લઇ લેવાયા છે. મેડિકલ ચેકપોસ્ટ પરથી છેલ્લા ૨૪ કલાકમાં ૧ શંકાસ્પદ લક્ષણોવાળી વ્યકિત મળી આવી હતી. તેને સોલા સિવિલમાં તપાસમા માટે લઇ જવાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ધંધૂકામાંથી જે મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેના પરિવારના ૨૭ સભ્યો કે જે આ મહિલાના સીધા સંપર્કમાં આવ્યા હતા. તેને હોમ કર્વારન્ટાઇન કરી દેવાયા છે. કોમ્યુનિટી કોન્ટેક્ટમાં આવેલા ૧૬૦ અને હેલ્થ કેર કોન્ટેક્ટમાં આવેલા ૩૮ લોકોને પણ હોમ કર્વારન્ટાઇન કરી દેવાયા છે. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૃણ મહેશ બાબુના જણાવ્યા મુજબ આજે રવિવારે જિલ્લામાંથી એકપણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. શહેરને જોડતા જિલ્લાના માર્ગો પર ૧૦ મેડિકલ ચેકપોસ્ટ પર આજે રવિવારે સૌથી વધુ ૬,૫૪૦ લોકોની શહેર-જિલ્લામાં અવર-જવર જોવા મળી હતી. જેમાંથી એક વ્યક્તિમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાઇ આવ્યા હતા. જેને સોલા સિવિલ લઇ જવાયો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ચેકપોસ્ટો પરથી અત્યાર સુધીમાં ૪૦, ૨૮૧ લોકોનું સ્ક્રીનિંગ કરાયું છે. જેમાંથી ૨૨ લોકોને સોલા સિવિલ ટેસ્ટિંગ માટે લઇ જવાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં ૬૨૪ ટીમો દ્વારા ૪૫,૫૨૯ ઘરોમાં સર્વેની કામગીરી કરાઇ હતી. જેમાં ૨ લાખની વસ્તીને આવરી લેવાઇ હતી. તેમાંથી શંકાસ્પદ ૫૪ કેસોના સેમ્પલ લેવાયા હતા. તે તમામ નેગેટિવ આવ્યા હતા. જિલ્લાના ગામડાઓમાં પ્રવેશબંધી વચ્ચે સરપંચની મંજૂરી લઇને કરાઇ હોય તેવી કુલ ૯,૫૫૧ લોકોની નોંધ રજિસ્ટરમાં થવા પામી છે. જિલ્લામાં ૧,૧૮૧ લોકોને હોમ કર્વારન્ટાઇન કરવામા આવ્યા હતા. તેમાંથી ૬૬૬ લોકોને ૧૪ દિવસ પૂર્ણ થતા અને તેઓની તબિયત સ્થિર જણાઇ આવતા મુક્ત કરાયા હતા. જ્યારે ૫૧૫ લોકોને હાલમા પણ હોમ કર્વારન્ટાઇમાં જ રાખવામાં આવ્યા છે. લાંભામાં જિલ્લા તંત્ર દ્વારા ૨૦૦ લોકોને જમાડવાની વ્યવસ્થા કરાઇ હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code