ગંભીર@ધાનેરા: સારવાર દરમ્યાન મહિલાનું મોત, પરિવારનો લાશ સ્વિકારવાનો ઇન્કાર

અટલ સમાચાર,લાખણી કોરોના મહામારી વચ્ચે લાખણી ગામની મહિલાનું ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયુ છે. આ તરફ પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીને કારણે મોત થયાના આક્ષેપો સાથે હોબાળો કરતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ ઠાકોર સમાજના આગેવાનોએ પણ હોસ્પિટલ પહોંચી મૃતકની લાશનું પેનલ દ્રારા પોસ્ટમોર્ટમ કરવા માંગ કરી છે. આ સાથે જ્યાં સુધી સાચો ન્યાય
 
ગંભીર@ધાનેરા: સારવાર દરમ્યાન મહિલાનું મોત, પરિવારનો લાશ સ્વિકારવાનો ઇન્કાર

અટલ સમાચાર,લાખણી

કોરોના મહામારી વચ્ચે લાખણી ગામની મહિલાનું ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયુ છે. આ તરફ પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીને કારણે મોત થયાના આક્ષેપો સાથે હોબાળો કરતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ ઠાકોર સમાજના આગેવાનોએ પણ હોસ્પિટલ પહોંચી મૃતકની લાશનું પેનલ દ્રારા પોસ્ટમોર્ટમ કરવા માંગ કરી છે. આ સાથે જ્યાં સુધી સાચો ન્યાય નહી મળે ત્યાં સુધી લાશ સ્વિકારવાનો પણ ઇનકાર કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગંભીર@ધાનેરા: સારવાર દરમ્યાન મહિલાનું મોત, પરિવારનો લાશ સ્વિકારવાનો ઇન્કાર

બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના લાખણી પંથકના ભાકડીયાલ ગામની મહિલાનુ કોથળીનું ઓપરેશન કરવાનું હોઇ ખાનગી હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં અચાનક તેમનું સારવાર દરમ્યાન મોત થતાં પરિવારજનો સહિત ઘેરા શોકમાં ગરકાવ થયા છે.

ગંભીર@ધાનેરા: સારવાર દરમ્યાન મહિલાનું મોત, પરિવારનો લાશ સ્વિકારવાનો ઇન્કાર
જાહેરાત

આ તરફ પરિવારજનોનો આક્ષેપ છે કે, ડોક્ટરની બેદરકારીને કારણે મહિલાનું મોત થયુ છે. જેને પરિવારજનોએ મૃતકની લાશને દવાખાના આગળ મુકી ભારે હોબાળો કર્યો હતો.

ગંભીર@ધાનેરા: સારવાર દરમ્યાન મહિલાનું મોત, પરિવારનો લાશ સ્વિકારવાનો ઇન્કાર

આ તરફ ઘટનાની જાણ થતાં ઠાકોર સમાજના આગેવાનો પણ સ્થળ પહોંચી વિરોધ દર્શાવી મૃતકની લાશનું પેનલ દ્રારા પીએમ કરવા માંગ કરી છે. આ સાથે ન્યાય ન મળે ત્યાં સુધી લાશ નહી સ્વિકારવાનું પણ કહેતાં હડકંપ મચી ગયો છે.