ગંભીર@ઇડરઃ સગીર પુત્રએ સંબંધ લજવ્યો, મિત્ર સાથે મળી પિતાની કરી હત્યા

અટલ સમાચાર,સાબરકાંઠા ઈડરના દેશોતર પાસેથી ત્રણ મહિના પહેલા હત્યા કરાયેલી લાશનો ભેદ ઉકેલાયો છે. પુત્રએ તેના મિત્ર સાથે મળી પિતાની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી હિંમતનગર પોલીસે આરોપી પુત્ર અને મિત્રની ધરપકડ કરી હતી. હિમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશને મુકેશ પ્રજાપતિ ગુમ થયેલ છે તેવી અરજી પરિવારે કરી હતી. પોલીસે લાશ બતાવતા પરિવારે
 
ગંભીર@ઇડરઃ સગીર પુત્રએ સંબંધ લજવ્યો, મિત્ર સાથે મળી પિતાની કરી હત્યા

અટલ સમાચાર,સાબરકાંઠા

ઈડરના દેશોતર પાસેથી ત્રણ મહિના પહેલા હત્યા કરાયેલી લાશનો ભેદ ઉકેલાયો છે. પુત્રએ તેના મિત્ર સાથે મળી પિતાની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી હિંમતનગર પોલીસે આરોપી પુત્ર અને મિત્રની ધરપકડ કરી હતી.

હિમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશને મુકેશ પ્રજાપતિ ગુમ થયેલ છે તેવી અરજી પરિવારે કરી હતી. પોલીસે લાશ બતાવતા પરિવારે મુકેશ પ્રજાપતિની લાશ ઓળખી બતાવી હતી. પોલીસે તપાસ દરમિયાન સગીર પુત્ર અને તેના મિત્ર લલિતની આકરી પુછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

પિતા વારંવાર ટોર્ચર કરતા હોવાથી પુત્રએ મિત્ર સાથે મળી પિતાની હત્યા કરી નાખી હતી. મુકેશ પ્રજાપતિ હિંમતનગરના વિરાટનગરમાં રહેતો હતો અને ખેડુતો પાસેથી મકાઈડોડા તથા તડબુચ ખરીદી તેનો વેપાર કરતો હતો.

વેપારમાં મુકેશ દેવાદાર થઇ ગયો હતો. બીજી તરફ તેની પત્ની અને ત્રણ બાળકોને રોજબરોજ માનસિક ત્રાસ આપતો હતો. જેથી કંટાળીને પત્નિ ત્રણ બાળકો લઈને સુરત જતી રહી હતી. તો તેની માતા સાથે ગયેલ મોટા પુત્રને માતા સાથે મનમેળ નહિ આવતા પરત પિતા પાસે હિંમતનગર આવી ગયો હતો.

બીજી તરફ મુકેશભાઈ પ્રજાપતિ દ્વારા અનેક વખત પુત્રને માનસિક ત્રાસ આપવાનું ચાલુ રખાતા તે કંટાળી ગયો હતો અને પિતાનું કાસળ કાઢવાનું નક્કી કર્યું હતું. હિંમતનગરના શક્તિનગર વિસ્તારમાં રહેતા તેના ખાસ મિત્ર લલિત રાજપુરોહીત સાથે મળીને પ્લાન બનાવ્યો હતો.

પ્લાન મુજબ મારુતિવાનમાં 1 મેં ના રોજ ચોરીવાડ તડબુચ ખરીદી કરવા માટે મુકેશ તેનો પુત્ર અને મિત્ર લલિત રાજપુરોહિત હિંમતનગરથી નીકળ્યા હતા. રસ્તામાં પુત્રએ મારૂતિમાં આગળ બેસેલ મુકેશને કપડા વડે ગળે ટુંપો દઈ દીધો હતો.

પુત્ર અને મિત્ર મારુતિવાન લઇ દેશોતર ગામની સીમમાં મુકેશને ઉતારી બેઝ બોલની સ્ટીકથી મુકેશને માથામાં ફટકો માર્યો હતો. તો તેના મિત્ર લલિતે પણ કપાળના ભાગે ધોકો મારી હત્યા કરી લાશ ત્યાં મુકીને રાજસ્થાન નાસી ગયા હતા. પોલીસે હિંમતનગરથી પિતાના હત્યારા સગીર પુત્ર અને તેના મિત્ર લલિત રાજપુરોહિતને મારુતિ વાન સાથે ઝડપી આગળની તપાસ હાથ ધરી છે.