Gujarat-Primary-Education-Board111
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળામાં શિક્ષક અને મહિલા આચાર્ય વચ્ચે શરૂ થયેલો જંગ
છેવટે રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે. અહમ અને ફરજના વિવાદ બાદ શાબ્દિક ઘર્ષણ થયું હતું. જેની ફરિયાદ મહિલા આયોગ અને શિક્ષણ વિભાગમાં થઈ હોવાથી તપાસ રિપોર્ટ તૈયાર થયો છે.

મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અને ઊંઝાની અમૂઢ પ્રાથમિક શાળાનાં શિક્ષક વિષ્ણુભાઈ પટેલ ગંભીર વિવાદોમાં સપડાયાં છે. કેટલોક સમય આચાર્ય તરીકે રહ્યા બાદ તાજેતરમાં નવીન મહિલા આચાર્ય આવ્યા છે. આ પછી બંને વચ્ચે ટકરાવ શરૂ થયો છે.

મહિલા આચાર્યએ રાજ્ય શિક્ષણ વિભાગમાં વિષ્ણુભાઈ પટેલ સામે ગંભીર આક્ષેપ સાથેની ફરિયાદ કરી છે. જેમાં પોતાનો આચાર્ય તરીકે વારંવાર અસ્વિકાર, શાબ્દિક પ્રહાર સહિતના મુદ્દે જણાવતાં તપાસ કરાઇ છે. જેથી મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તપાસ રિપોર્ટ તૈયાર કરાયો છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી નિષ્ક્રિય ?

મહિલા આચાર્યએ જણાવ્યું હતું કે, મહિલા આયોગ પહેલાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કહ્યું હતું. કચેરી દ્વારા શિક્ષકને માત્ર મૌખિક સુચનો કર્યા હતા. આથી ત્યાંથી કોઈ પરિણામ નહિ મળતાં આયોગમાં રજૂઆત કરી છે. મને એટલો ત્રાસ છે કે રાત્રે ઊંઘ પણ આવતી નથી.

આક્ષેપો છે, હું નિર્દોષ છું

આ અંગે શિક્ષક વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગામલોકોને પૂછી જુઓ, હું નિર્દોષ છું. તમામ આક્ષેપો કરવામાં આવ્યા છે.

ડીપીઇઓ સ્મિતાબેન પટેલે જણાવ્યું હતું કે, આચારસંહિતા બાદ બંનેની સુનાવણી કરી રાજ્ય સરકારને રિપોર્ટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, શિક્ષક અને મહિલા આચાર્ય વચ્ચેના સંઘર્ષથી ગામમાં પણ બે ગૃપ પડી ગયા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code