ગંભીર@વનવિભાગ: સોલારનું કામ આપ્યા બાદ મહિલા ઓફીસરો વચ્ચે વિરોધી સૂર

અટલ સમાચાર, ગાંધીનગર, મહેસાણા બે સરકારી કચેરીમાં કામકાજના વિવાદ બાદ રાજકીય બાબતો અધિકારીઓમાં ઘુસી હોવાની આશંકા બની છે. વન વિભાગની સંશોધન સંસ્થાએ વિજ-ઉદ્યોગ વિભાગની સંસ્થાને સોલારનું કામ આપ્યા બાદ નાણાંકીય વિસંગતતા ઉભી થઇ છે. બે મહિલા અધિકારીઓના વલણને પગલે નર્સરીઓમાં લગાવવાની સોલાર પેનલ વિલંબમાં મુકાઇ છે. સોલારનું કામ વિલંબમાં જતા મહિલા DCF અધિકારીએ પૈસા પરત
 
ગંભીર@વનવિભાગ: સોલારનું કામ આપ્યા બાદ મહિલા ઓફીસરો વચ્ચે વિરોધી સૂર

અટલ સમાચાર, ગાંધીનગર, મહેસાણા

બે સરકારી કચેરીમાં કામકાજના વિવાદ બાદ રાજકીય બાબતો અધિકારીઓમાં ઘુસી હોવાની આશંકા બની છે. વન વિભાગની સંશોધન સંસ્થાએ વિજ-ઉદ્યોગ વિભાગની સંસ્થાને સોલારનું કામ આપ્યા બાદ નાણાંકીય વિસંગતતા ઉભી થઇ છે. બે મહિલા અધિકારીઓના વલણને પગલે નર્સરીઓમાં લગાવવાની સોલાર પેનલ વિલંબમાં મુકાઇ છે. સોલારનું કામ વિલંબમાં જતા મહિલા DCF અધિકારીએ પૈસા પરત લીધા છે. જેથી તેના કારણ અને રકમને લઇ મામલો ગંભીર હોવાનું ચિત્ર બન્યુ છે.

ગંભીર@વનવિભાગ: સોલારનું કામ આપ્યા બાદ મહિલા ઓફીસરો વચ્ચે વિરોધી સૂર

ગાંધીનગર સ્થિત વન સંશોધન સંસ્થાએ ઉર્જા વિકાસ સંસ્થાને કેટલાક મહિના અગાઉ સોલાર પેનલનું કામ આપ્યું હતુ. જેમાં વન સંશોધન હેઠળની રેન્જ કચેરી અંતર્ગત આવતી નર્સરીઓમાં સોલાર લાઇટ લગાવવાની હતી. લાખોની રકમનું કામ એક સરકારી કચેરીએ બીજી સરકારી કચેરીને આપ્યા બાદ પૈસા પરત માંગી લીધા છે. જેમાં કામ નહી આપવા બાબતે બે મહિલા અધિકારીઓના વિરોધાભાસી મંતવ્યો સામે આવતા હકીકત કંઇક બીજી હોવાનું મનાય છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વન સંશોધન સંસ્થાએ કામ આપ્યા બાદ DCF અધિકારી બદલાયા હતા. અગાઉના પુરૂષ અધિકારી બાદ મહિલા અધિકારીએ જવાબદારી સંભાળતાં જ સરકારી સંસ્થા GEDA સામે કામના વિલંબને લઇ લાલ આંખ કરી હતી. જેમાં કામ નથી કરાવવું કહીને પૈસા પરત માંગી લીધા છે. જોકે, સરકારી સંસ્થા GEDAએ જે થોડીઘણી મહેનત કરી હતી, તેટલી રકમ કાપી લેતા વિવાદ વકર્યો છે.

શું કહે છે મહિલા અધિકારીઓ ?

વન સંશોધનના મહિલા DCF દ્વારા જણાવાયું હતુ કે, સરકારી સંસ્થા GEDAએ સોલારનું કામ મંદગતિએ હાથ લેતા રકમ પરત માંગી લીધી છે. જોકે, કાપેલી રકમ પત્ર લખી પાછા આપવા કહ્યું છે. જો નહી આપે તો વ્યાજ સાથે વસુલ કરવાની તૈયારી છે.

ઉર્જા વિકાસ સંસ્થાના ઇન્ચાર્જ મહિલા ડાયરેક્ટરે જણાવ્યુ હતુ કે, કામમાં કોઇ વિલંબ થયો જ નથી, અમે તો સોલારનું મટીરીયલ પણ ખરીદી લીધુ હતુ. આ સાથે જે તે નર્સરીમાં પહોંચાડવા સુધીની તૈયારી કરી હતી. DCF અધિકારી બદલાઇ જતા રકમ પરત માંગી લેવાઇ છે.

શું કહે છે પુરૂષ અધિકારીઓ ?

વન સંશોધનના ACF અધિકારી સોલંકીએ જણાવ્યુ હતુ કે, સોલારનું કામ આપ્યા બાદ ઉર્જા વિકાસ ઘ્વારા ખુબ જ વિલંબ કરવામાં આવ્યો હતો. આથી નવા આવેલા મહિલા અધિકારીએ રકમ પરત માંગી લીધી છે.

ઉર્જા વિકાસ સંસ્થાના એસ.બી.પાટીલે જણાવ્યુ હતુ કે, કામગીરીમાં કોઇ વિલંબ કરવામાં નથી આવ્યો. રકમ કાપવા બાબતે નિયમોનુસાર થયુ હોવાનું કહી ફાઇલ જોયા બાદ વધુ ખ્યાલ આવે તેમ ઉમેર્યુ હતુ.