ગંભીર@ગુજરાત: પાછલા એક વર્ષમાં 497 બાળકો ગુમ થઇ ગયા !

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં પાછલા એક વર્ષમાં 2307 બાળકો ખોવાયા હોવાના કિસ્સા સામે આવ્યા છે. સરકારનો દાવો છે કે પોલીસની સતર્કતાને કારણે 1804 બાળકો પાછા મળી ગયા છે. જ્યારે 497 બાળકોનો કોઈ અતોપતો નથી. ગૃહ રાજ્યમંત્રીએ વિધાનસભામાં ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે મોટા ભાગના બાળકો પ્રેમ પ્રસંગને કારણે ખોવાયા છે. નાની ઉંમરમાં પ્રેમ થઈ જતા તે
 
ગંભીર@ગુજરાત: પાછલા એક વર્ષમાં 497 બાળકો ગુમ થઇ ગયા !

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં પાછલા એક વર્ષમાં 2307 બાળકો ખોવાયા હોવાના કિસ્સા સામે આવ્યા છે. સરકારનો દાવો છે કે પોલીસની સતર્કતાને કારણે 1804 બાળકો પાછા મળી ગયા છે. જ્યારે 497 બાળકોનો કોઈ અતોપતો નથી.

ગૃહ રાજ્યમંત્રીએ વિધાનસભામાં ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે મોટા ભાગના બાળકો પ્રેમ પ્રસંગને કારણે ખોવાયા છે. નાની ઉંમરમાં પ્રેમ થઈ જતા તે ઘર છોડી રહ્યા છે. 90 ટકા બાળકો આ જ રીતે ખોવાયા છે.

પાછલા એક વર્ષમાં સૌથી વધુ બાળકો અમદાવાદમાંથી ગુમ થયા છે. અહીં 431 બાળકોમાંથી 369 બાળકો સુરક્ષિત મળી આવ્યા છે. આ જ રીતે રાજકોટના 247માંથી 176 બાળકો પાછા મળ્યા છે. બાળકો ગુમ થવાના મામલે પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે કે બાળકોના ઓર્ગન કાઢીને વેચવા માટે તેમને કિડનેપ કરાઈ રહ્યા છે, જો કે આવા એક પણ કિસ્સા નોંધાયા નથી.

42,899 લાપતા બાળકોમાંથી 40,108 બાળકો મળી આવ્યા છે. રાજ્યના ગૃહ વિભાગના આંકડા પ્રમાણે 2007થી અત્યાર સુધીમાં 18 વર્ષમાં  ગત વર્ષે ગાંધીનગરમાંથી 112 અને બનાસકાંઠામાંથી 106 બાળકો ગુમ થયા હતા.

પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે બાળકો પ્રેમમાં પડીને ભાગી રહ્યા છે, જેના પર સોશિયલ મીડિયા યુઝર્સ જબરજસ્ત રિએક્શન આપી રહ્યા છે. કેટલાક લોકોએ તેને હાસ્યાસ્પદ ગણાવ્યું છે.

બાળકો લાપતા થવાના ખુલાસાની સાથે જ વિધાનસભામાં મહિલાઓ સાથે દુષ્કર્મના આંકડા પણ રજૂ કરવામાં આવ્યા છે. આંકડા પ્રમાણે સીએમ વિજય રૂપાણીના શહેર રાજકોટમાં મહિલાઓ સૌથી વધુ અસુરક્ષિત છે. વર્ષ 2017 દરમિયાન રાજકોટમાં દુષ્કર્મના 74 અને છેડતીના 68 બનાવ બન્યા હતા. જ્યારે 2018માં દુશ્કર્મના 64 અને છેડતીના 39 કિસ્સા સામે આવ્યા હતા.

સૌથી મોટા શહેર અમદાવાદ અને ગાંધીનગરમાં પણ દુષ્કર્મના કિસ્સા વધી રહ્યા છે. વર્ષ 2017-18માં અમદાવાદમાં દુષ્કર્મના 131 કિસ્સા હતા, જે 2018-19માં વધીને 180 થઈ ગયા. ગાંધીનગરમાં વર્ષ 2017-18માં દુષ્કર્મના 12 કિસ્સા સામે આવ્યા હતા અને 2018-19માં દુષ્કર્મના 14 કિસ્સા નોંધાયા હતા.