આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતું જઇ રહ્યું છે. રાજ્યમાં 92 નવા પોઝિટીવ કેસ સામે આવ્યા છે. ગુજરાતનું અમદાવાદ શહેર વુહાન બન્યુ છે. અમદાવાદ 45 કેસ સામે આવ્યા છે. વડોદરામાં 09 કેસ સુરતમાં 14 કેસ ભરૂચ 8 બોટાદ 3 છોટાઉદાપુર ખેડા 01 મહિસાગર 01 કેસ નર્મદામાં 5 કેસ પંચમહાલ 92 કેસ પોઝિટીવ આવ્યા છે.અમદાવાદ શહેરમાં આંકડો 590 પર પહોંચ્યો છે. અમદાવાદ અને વડોદરામાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત અમદાવાદમાં વટવા, જમાલપુર, કાલુપુર ચાંદખેડા, વેજલપુર, દરિયાપુર, નિકોલ માં નોંધાયા નવા કેસ. જ્યારે 74 જેટલા દર્દીને રજા આપવામાં આવી છે.

ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોના 59 ટકા કેસ ફક્ત અમદાવાદના જ છે. રેડ હૉટસ્પોટ ઝોનમાં સામેલ અમદાવાદમાં ગત 5 દિવસો દરમિયાન દર 24 મિનિટમાં એક પોઝીટીવ કેસ સામે આવ્યો છે. નવા દર્દીઓનો આ આંકડો એટલો ચિંતાજનક છે કે તેને ધ્યાનમાં લેતા અમદાવાદ નગર નિગમના કમિશ્નર વિજય નેહરાએ ચેતવણી આપી દીધી છે, તેમણે કહ્યું કે, જે સ્થિતિ છે, તેને જોતાં અહીં દરરોજ આંકડો 100ને પાર કરી રહ્યો છે. હું આપ સૌને કર્ફ્યૂ અને લોકડાઉનના નિયમોનું પાલન કરવાની વિનંતી કરુ છું. ખૂબ જ જરૂરી ન હોય, ત્યાં સુધી બહાર ન નીકળો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે રાજ્યમાં 92 નવા પોઝિટીવ કેસોમાં 45 કેસો તો ફક્ત અમદાવાદમાંથી નોંધાયા છે. ત્યારે છેલ્લા 24 ક્લાકમાં 1608 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં કોરોના વાયરસ વધુને વધુ ઘાતક બની રહ્યો છે. અમદાવાદમાં કોરોનાનો પગપેસારો અને એનો વધારો જોવા જઈએ તો અમદાવાદમાં પહેલા 100 દર્દીઓ 16 દિવસમાં નોંધાયા હતા, પછી બીજા 100 દર્દી 3 જ દિવસમાં આવ્યા હતા અને કાલે તો એક જ દિવસમાં 100 કેસો આવતા આખું તંત્ર ઊંધા માથે લાગી ગયું છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં 11મી એપ્રિલે 468 કેસ હતા, અને માત્ર 5 દિવસમાં જ ડબલ એટલે કે 17 એપ્રિલે 1021 કેસ થઈ ગયા છે.

અમદાવાદમાં 19 માર્ચે પહેલા બે કોરોના પોઝિટિવના કેસ આવ્યા હતા. જ્યાંથી શરૂ થયેલો કોરોનાનો કહેર રોજે રોજ વધતો જ જાય છે. તેમાં પણ 16 એપ્રિલના રોજ તો સૌથી વધુ 163 દર્દી સાથે રેકોર્ડ કર્યો છે. અમદાવાદમાં માત્ર 28 દિવસમાં 500 કરતાં વધુ કેસો સામે આવ્યા છે. અમદાવાદમાં સૌથી પહેલો કેસ 19મી માર્ચના રોજ આવ્યો હતો. 6 એપ્રિલ સુધી આ આંક માત્ર 64 જ હતો. આ બાદ સતત આંક વધી રહ્યો છે. 10મી એપ્રિલના રોજ અમદાવાદમાં કોરોના પોઝિટીવનો આંક 197 હતો. એક જ સપ્તાહમાં 590 એ પહોંચ્યો છે. આમ એક જ સપ્તાહમાં 400ની આસપાસ કેસ નોધાયા છે. અમદાવાદમાં કોરોના વાયરસ ખતરનાક સ્ટેજે ચાલી રહ્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code