ગંભીર@HNGU: યુનિવર્સિટીના પુર્વ અને હાલના સભ્યનો વિવાદ, શોષિત યુવતિ ક્યાં ?

અટલ સમાચાર,મહેસાણા બનાસકાંઠા જીલ્લામાં એક જ સમાજના બે યુવા આગેવાનો વચ્ચે રાજકીય હરીફાઇ તિવ્ર બની છે. ભાજપના યુવા નેતા પૈકી અગાઉની ટર્મમાં હિતેષ ચૌધરી બાદ તાજેતરમાં હરેશ ચૌધરીની HNGUના કારોબારી સભ્ય તરીકે નિમણુંકને અંતે વિવાદો વધી ગયા છે. બંને વચ્ચેની રાજકીય ખેંચતાણમાં આક્ષેપ અને પ્રતિઆક્ષેપમાં યુવતિનું શોષણ અને તેનો ગર્ભપાત સાઇડ થઇ ગયો છે. હરેશ
 
ગંભીર@HNGU: યુનિવર્સિટીના પુર્વ અને હાલના સભ્યનો વિવાદ, શોષિત યુવતિ ક્યાં ?

અટલ સમાચાર,મહેસાણા

બનાસકાંઠા જીલ્લામાં એક જ સમાજના બે યુવા આગેવાનો વચ્ચે રાજકીય હરીફાઇ તિવ્ર બની છે. ભાજપના યુવા નેતા પૈકી અગાઉની ટર્મમાં હિતેષ ચૌધરી બાદ તાજેતરમાં હરેશ ચૌધરીની HNGUના કારોબારી સભ્ય તરીકે નિમણુંકને અંતે વિવાદો વધી ગયા છે. બંને વચ્ચેની રાજકીય ખેંચતાણમાં આક્ષેપ અને પ્રતિઆક્ષેપમાં યુવતિનું શોષણ અને તેનો ગર્ભપાત સાઇડ થઇ ગયો છે. હરેશ ચૌધરીએ પોલીસ ફરીયાદ આપતાં પ્રતિષ્ઠા સામે યુવતિનું શોષણ ક્લીન બોલ્ડ થયુ છે.

ગંભીર@HNGU: યુનિવર્સિટીના પુર્વ અને હાલના સભ્યનો વિવાદ, શોષિત યુવતિ ક્યાં ?

બનાસકાંઠાના કોઇ યુવા નેતા દ્વારા સ્થાનિક યુવતિનું શોષણ કરવાનો મુદ્દો ગરમાયો છે. કથિત અફેરને પગલે યુવા નેતાએ શારિરીક સંબંધો દરમ્યાન યુવતિનો ગર્ભપાત કરાવ્યો હોવાની ચર્ચા બાદ ખુલ્લમ ખુલ્લા આક્ષેપો થઇ રહ્યા છે. યુવા નેતા બીજા કોઇ નહિ પરંતુ તાજેતરમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સભ્ય બનેલા હરેશ ચૌધરી હોવાનો મેસેજ સોશિયલ મિડીયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.

યુવતિ સાથેના અફેરમાં પોતાનું ખોટું નામ જોડી આખી કહાની બનાવટી હોવાનું હરેશ ચૌધરીએ જણાવી વળતો પ્રહાર કર્યો છે. હરેશ ચૌધરીએ HNGUના પુર્વ કારોબારી સભ્ય હિતેષ ચૌધરી બદનામ કરતા હોવાનો આક્ષેપ કરતા એક જ સમાજના અને એક જ પાર્ટીના બે નેતા વચ્ચે વિવાદ વકર્યો છે. આ દરમ્યાન સોશિયલ મિડીયામાં પોતાને બદનામ કરનાર ઇસમો વિરૂધ્ધ હરેશ ચૌધરીએ પોલીસ ફરીયાદ નોંધાવતા વાતમાં વળાંક આવ્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, હિતેષ ચૌધરી અને હરેશ ચૌધરીના વિવાદ વચ્ચે યુવતિના શોષણનો મુદ્દો સાઇડલાઇન થયો છે. કોઇ ફરીયાદી ન હોવાથી પોલીસ માટે સોશિયલ મિડીયામાં ચાલતી ચર્ચા અને આક્ષેપ તપાસ માટે ફીટ થયા નથી. જેથી બંને યુવા નેતા વચ્ચેની રાજકીય ખેંચતાણમાં કથિત અફેર, યુવતિનું શોષણ, ગર્ભપાત, બદનક્ષી સહિતની બાબતો ક્લીન બોલ્ડ થઇ હોવાનું મનાય છે.

હિતેષ ચૌધરી અને હરેશ ચૌધરીની યુનિવર્સિટીમાં ભુમિકા

પાટણ સ્થિત હેમચન્દ્રાચાર્ય યુનિવર્સિટીમાં રાજય સરકાર દ્વારા સુચવાતા નામો ખુબ જ પ્રતિષ્ઠિત હોવાનું માનવામાં આવે છે. અગાઉ બનાસકાંઠાના યુવા નેતા અને ભાજપ આગેવાન હિતેષ ચૌધરી કારોબારી સભ્ય બન્યા હતા. જેમની ટર્મ પુર્ણ થતાં રાજ્ય સરકારે બનાસકાંઠા ચૌધરી સમાજના જ યુવા નેતા હરેશ ચૌધરીની નિમણુંક કરી છે. નિમણુંક બાદ બંને વચ્ચેના સંબંધો અને વિવાદો મિડીયામાં સ્થાન મેળવી રહ્યા છે.