આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,કડી

કડીમાં દિગ્ગ્જ ભાજપી નેતાઓ હોવા છતાં પણ ગંદકીએ માઝા મુકી છે. કડી નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલનો વિસ્તાર હોવા છતાં પણ ગંદકી મામલે તલવાર બુઠ્ઠી હોવાનું સાબિત થયુ છે. નગરપાલિકા વિસ્તારમાં ગોપાલ લાલજી હવેલીની બાજુમાં આવેલ રાવળવાસ, શેફાલી સર્કલ પાસે આવેલ શાક માર્કેટના દરવાજા પાસે, બાલાપીર સર્કલ પાસે એસ.વી.સંકુલની પાછળ પાણી ભરાવાથી લઈને ગંદકી ના ઢગ જોવા મળે છે. કડી પાલિકા ને સ્વચ્છતા સર્વેક્ષણ 2019માં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હોવા છતાં ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળતા સરકાર દ્વારા આપવામાં આવેલ રેન્કિંગમાં કાચું કાપવામાં આવેલ હોવાનું લોકોનું માનવું છે.

મહેસાણા જીલ્લાની કડી નગરપાલિકા વિસ્તારોમાં ગંદકીએ માઝા મુકી છે. તીવ્ર ગંદકી વચ્ચે પાલિકાના સત્તાધિશો વડાપ્રધાનના સ્વચ્છતા અંગેના નિર્દેશો ઘોળીને પી ગયા હોય એવું લાગે છે. કડીના ઘણાખરા વિસ્તારોમાં કચરાના લીધે થતા ગંદકીના ઢગ જોવા મળે છે. કચરો ઉપાડવા જે સાધન જાય છે તેના દરવાજા પણ બંધ કરવાની જહેમત ચાલક લેતા ના હોવાથી કચરાપેટીમાંથી ઉપાડેલો કચરો રોડ ઉપર અસ્તવ્યસ્ત પડતો રહે છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં મળેલ ટોચનું સ્થાન એ ગુજરાતના મોટા ગજાના નેતાના આશીર્વાદના લીધે મળ્યું હોવાનો ગણગણાટ પણ લોકોમાં ચાલી રહ્યો છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

કડી શહેરમાં થોડા સમયથી રોગચાળાએ માઝા મૂકી છે અને શહેરના દરેક દવાખાનાઓ દર્દીઓથી ઉભરાયી રહ્યા છે ત્યારે પાલિકાને ગંદકી દૂર કરવાનો સચોટ ઉપાય મળતો નથી. શહેરના દરેક વિસ્તારોમાં કચરો ઉપાડવાની પ્રક્રિયા રોજ કરવાની નગરપાલિકાની સૂચના હોવા છતાં અમુક કોન્ટ્રાક્ટરો અને સુપરવાઇઝરો દ્વારા પોતાની મનમરજીથી 2 થી 3 દિવસે કચરો લેવા આવતા હોય છે. જેથી લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી જાય છે એવું એક સ્થાનિકે નામ ના આપવાની શરત ઉપર જણાવ્યું હતું. શહેરમાં ગંદકીના લીધે લોકોનું જીવવું દોહ્યલું બની ગયું છે ત્યારે પાલિકાના સત્તાધીશો કચરો ઉપાડનાર કોન્ટ્રકટર તથા તેના માણસોને ક્યારે સબક શીખવાડસે તે જોવાનું રહ્યું.

સમગ્ર મામલે કડીના રાવળ વાસના સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યુ છે કે, કચરાપેટીનો ડબ્બો પણ નથી મૂકવામાં આવ્યો અને જ્યારે નગરપાલિકામાં ફોન કરીએ છીએ ત્યારે કચરો લેવા આવે છે અને એક અઠવાડિયા સુધી કચરો લેવા કોઈ આવતું નથી. આ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ગટર ઉભરાવાના પણ પ્રોબ્લેમ છે જે નગરપાલિકા દ્વારા સોલ્વ કરવામાં આવતું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code