આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ

કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે આજે બનાસકાંઠા જીલ્લામાં એકસાથે 8 વ્યક્તિને કોરોના પોઝીટીવ આવતાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે કાંકરેજ પંથકમાં પણ એક મહિલાનો રીપોર્ટ પોઝિટીવ આવતા તેમના સંપર્કમાં આવેલા તમામ 40 લોકો દોડતાં થયા છે. કોરોનાગ્રસ્ત મહિલાએ શિહોરી અને પાટણની સદભાવના હોસ્પિટલમાં સારવાર લીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ સાથે કાંકરેજ મામલતદારે ક્વોરેન્ટાઇ કરવા આપેલી યાદીમાં પણ આ મહિલાનું નામ હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાને અડીને આવેલા પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના દેલીયાથરા ગામે મહિલાનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ મહિલા દેલીયાથરા ગામે મજૂરીકામ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 29 કેસ થઇ જતાં ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક તપાસમાં જડીબેન પરમાર નામક મહિલાએ શિહોરી અને પાટણની સદભાવના હોસ્પિટલમાં સારવાર લીધી હતી. સારવાર માટે આવેલી મહિલા પાટણથી જ પરત ફર્યા બાદ અમદાવાદમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અત્યાર સુધી બનાસકાંઠા જીલ્લામાં કુલ 29 કેસ થઇ જતાં ચકચાર મચી ગઇ છે. કોરોનાગ્રસ્ત મહિલાના સંપર્કમાં આવેલા તમામ 40 લોકો દોડતાં થયા છે. મહિલા શિહોરીમાં રહેતી ન હોવા છતાં સંક્રમણની આશંકાથી તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આ સાથે મહીલાના સગા શિહોરીમાં રહેતા હોવાથી 10ને હાઇરીસ્ક અને 30 લોકોને લો રીસ્ક હેઠળ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યુ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code