આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા તાલુકાની શાળાએ જતાં બાળકોને ચોમાસામાં જોખમનો સામનો કરવો પડે છે. પુલના અભાવે ડુબી જવાની સંભાવના બતાવવા આચાર્ય દ્વારા વિડીયો ઉતારી વાયરલ કરાયો હતો. જેની સામે તંત્રએ કડક બની તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતાં પંથકમાં ચકચાર મચી ગઇ છે.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના બેહેડીયા ગામ પાસે ધસમસતો પાણીનો પ્રવાહ પસાર થાય છે. ગામથી બહાર પ્રાથમિક શાળાએ જતાં આ પ્રવાહ ખેડવો પડે છે. હાલમાં ભારે વરસાદથી શાળાએ જતાં બાળકોને ડુબી જવાની સંભાવના છે. આથી ગામલોકો અને શિક્ષકો રસ્તો પસાર કરાવવા બાળકોને મદદ કરે છે. આથી ચોમાસામાં કાયમી સમસ્યા નિવારવા ત્યાં પુલની જરૂર છતાં તંત્ર બેદરકાર હોવાની ચર્ચા છે.

આ વિડિયોને કારણે ઉભો થયો વિવાદ :

આ દરમ્યાન ગત દિવસે શાળાના આચાર્ય શકાભાઇ પરમારે સમસ્યા જાહેર કરવા ભારે પ્રવાહમાંથી પસાર થતાં બાળકોનો વિડીયો લીધો હતો. આથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મિતાબેન ગઢવીએ શાળાનાં આચાર્યની ગંભીર ભૂલ ગણી સસ્પેન્ડ કર્યા છે. જેનાથી પંથકના શિક્ષણ આલમમા હડકંપ મચી ગયો છે.

swaminarayan

બાળકોના જોખમ સામે નજરઅંદાજ કર્યો- ડીપીઇઓ

સમગ્ર મામલે ડીપીઈઓ મિતાબેન ગઢવીએ જણાવ્યું હતું કે, શાળાએ થોડું ફરીને જવા અન્ય રસ્તો છે. જોકે તેમ છતાં આચાર્યે બાળકોને જોખમ ખેડતાં રોક્યા નથી. આ સાથે વિડિયો લઈ બાળકોનો ભોગ લેવાશે તેવીગંભીર ટિપ્પણી કરી હતી. આથી હાલ સસ્પેન્ડ કરી આગામી દિવસોમાં વધુ તપાસ શરૂ થશે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code