ગંભીર@ખેડબ્રહ્મા: ઘેરથી શાળાએ જતા બાળકોને સંઘર્ષ, રસ્તાની હાડમારીનો રિપોર્ટ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મા તાલુકાના ગામે શાળાએ જતાં બાળકો ચોમાસાની શરૂઆતથી જ ભયંકર સંઘર્ષનો સામનો કરી રહ્યાનું સામે આવ્યુ છે. ઘેરથી શાળાએ જતા સરેરાશ એક કિલોમીટરની વધુના માર્ગમાં બાળકોને શારીરીક પરિક્ષા આપવી પડે છે. રસ્તામાં પાણી ભરાઇ રહેતા ખાડામાં પડી જવાની તેમજ કોઇ દુર્ઘટના થવાની બીક વચ્ચે પ્રાથમિક શાળાના બાળકો શિક્ષણનું ભાથું લેવા મથી
 
ગંભીર@ખેડબ્રહ્મા: ઘેરથી શાળાએ જતા બાળકોને સંઘર્ષ, રસ્તાની હાડમારીનો રિપોર્ટ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા તાલુકાના ગામે શાળાએ જતાં બાળકો ચોમાસાની શરૂઆતથી જ ભયંકર સંઘર્ષનો સામનો કરી રહ્યાનું સામે આવ્યુ છે. ઘેરથી શાળાએ જતા સરેરાશ એક કિલોમીટરની વધુના માર્ગમાં બાળકોને શારીરીક પરિક્ષા આપવી પડે છે. રસ્તામાં પાણી ભરાઇ રહેતા ખાડામાં પડી જવાની તેમજ કોઇ દુર્ઘટના થવાની બીક વચ્ચે પ્રાથમિક શાળાના બાળકો શિક્ષણનું ભાથું લેવા મથી રહ્યા છે. પંચાયતની વિભાગની નિરસતાને પગલે રસ્તો વર્ષોથી હાડમારીભર્યો છે.

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના સાકરીયાફળો પ્રાથમિક શાળાના બાળકો દૈનિક સંઘર્ષ કરી રહ્યા છે. મોટાબાવળ ગ્રામપંચાયતની શાળાએ જતા સરેરાશ એક કિલોમીટર સુધી કાચો માર્ગ છે. માર્ગ વચ્ચે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જતા બાળકો ભયંકર મુશ્કેલી વેઠી પસાર થઇ રહ્યા છે. પાક્કો માર્ગ શાળાથી સરેરાશ એકથી દોઢ કિલોમીટર દૂર હોઇ રસ્તો પસાર કરતા બાળકો આકરી મુશ્કેલી સહન કરી રહ્યા છે.

ગંભીર@ખેડબ્રહ્મા: ઘેરથી શાળાએ જતા બાળકોને સંઘર્ષ, રસ્તાની હાડમારીનો રિપોર્ટ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, શાળાએ જતો માર્ગ છેલ્લા કેટલાય વર્ષોથી કાચો હોઇ ગ્રામપંચાયત મારફત રજૂઆત થયેલી છે. જોકે ગ્રામપંચાયત, તાલુકા અને જીલ્લા પંચાયત તેમજ ધારાસભ્ય સહિતના દ્વારા નિરસતા દાખવવામા આવી હોવાનું સામે આવ્યુ છે. જેનાથી ચોમાસા દરમ્યાન શાળાએ જતા બાળકો પડી જવાની બીક વચ્ચે હાડમારીભર્યો રસ્તો પસાર કરવા મજબૂર છે.

ગંભીર@ખેડબ્રહ્મા: ઘેરથી શાળાએ જતા બાળકોને સંઘર્ષ, રસ્તાની હાડમારીનો રિપોર્ટ

સમગ્ર મામલે શાળાના આચાર્ય દિનેશ કટારાએ જણાવ્યુ હતુ કે, શાળા સુધીનો માર્ગ પાક્કો ડામરનો કરી આપવા સરપંચને રજૂઆત કરેલી છે. જેમાં સરપંચે મામલો ઇજનેર સમક્ષ હોવાનું જણાવેલું છે. ઉલ્લેખનિય છે કે, વર્ષોથી કાચો માર્ગ હોઇ અનેક ગ્રાન્ટ અને યોજનાઓ વચ્ચે બાળકોની પરીસ્થિતિ સામે નજર અંદાજ કરવામાં આવતા ગંભીર બાબત સામે આવી છે.

ગંભીર@ખેડબ્રહ્મા: ઘેરથી શાળાએ જતા બાળકોને સંઘર્ષ, રસ્તાની હાડમારીનો રિપોર્ટ

બાળકો તણાંઇ જતા બચ્યા, સંભવિત દુર્ધટના સામે કોની જવાબદારી ?

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે સાબરકાંઠા જીલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં ખેડબ્રહ્મા તાલુકાના સાકરીયાફળો પ્રાથમિક શાળાએ જતા પુર જેવી પરિસ્થિતિ સામે આવી હતી. શાળાએ જતા બાળકો તણાઇ જવાની ભિતિ વચ્ચે શિક્ષક સહિતના દોડી આવી ચેનલ બનાવી બાળકોને જોખમ સામે રક્ષણ પુરુ પાડ્યું હતુ. વિડીયોમાં દેખાતી ભયાનકતા જોતા જો કોઇ દુર્ઘટના બની હોત તો જવાબદારી કોની ? તે સહિતના સવાલો સત્તાધીશો માટે ગંભીર કહી શકાય.