ગંભીર@લાખણી: સરપંચે ગામના જ યુવક પર લોખંડની પાઇપથી હુમલો કર્યો

અટલ સમાચાર, લાખણી કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે લાખણી તાલુકાના ગામે યુવક પર પાઇપ વડે હુમલો થયાની ઘટના સામે આવી છે. ગામના સરપંચે જ યુવક ઉપર લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હોવાની ફરીયાદ આગથળા પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક તપાસમાં ફરીયાદીના દીકરાએ તળાવ પાસેના પોતાના ખેતરમાં ખોદકામ કરવાનું ના પાડતા સરપંચે હુમલો કર્યો
 
ગંભીર@લાખણી: સરપંચે ગામના જ યુવક પર લોખંડની પાઇપથી હુમલો કર્યો

અટલ સમાચાર, લાખણી

કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે લાખણી તાલુકાના ગામે યુવક પર પાઇપ વડે હુમલો થયાની ઘટના સામે આવી છે. ગામના સરપંચે જ યુવક ઉપર લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હોવાની ફરીયાદ આગથળા પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક તપાસમાં ફરીયાદીના દીકરાએ તળાવ પાસેના પોતાના ખેતરમાં ખોદકામ કરવાનું ના પાડતા સરપંચે હુમલો કર્યો હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના જડીયાલી ગામે સરપંચે ગામના જ યુવક પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યુ છે. જડીયાલી ગામના વિમળાબેન ભાયચંદજી ઠાકોરને આગથળા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, ગઇકાલે તેઓ પરિવાર સાથે ખેતરમાં હતા. આ દરમ્યાન ગામના સરપંચ ભાયચંદજી જલાજી ઠાકોરે ફરીયાદી પુત્ર વશરામજીને ફોન કરી પ્રહલાદજી ઠાકોરના ખેતરના જાંપા પાસે બોલાવ્યો હતો. જોકે બાદમાં વશરામજીની બુમો સાંભળી ફરીયાદી અને તેમના પતિ સ્થળ પર પહોંચતા વશરામજી લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા હતા.

ગંભીર@લાખણી: સરપંચે ગામના જ યુવક પર લોખંડની પાઇપથી હુમલો કર્યો

સમગ્ર બાબતે ફરીયાદીએ વશરામજીને પુછતાં જણાવ્યુ હતુ કે, મને અહિં બોલાવી સરપંચે તળાવ પાસેના ખેતરમાં ખોદકામ કરવાનું કેમ ના પાડે છે ? તેમ કહી મા-બેન સામે ગાળો બોલી લોખંડની પાઇપ માથામાં ફટકારી હતી. જોકે ઘટના બાદ તાત્કાલિક અસરથી ઇજાગ્રસ્ત યુવકને લાખણીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે વિમળાબેન ભાયચંદજી ઠાકોરે ગામના સરપંચ ભાયચંદજી જલાજી ઠાકોર વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરાવી હતી. જેમાં પોલીસે આઇપીસીની કલમ 324,323,294(b),506(2) અને જી.પી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.