આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મોડાસા

મોડાસાની કોવિડ હોસ્પિટલમાંથી 6 દર્દી ફરાર થયાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. કલેક્ટરે જણાવ્યુ છે કે, કોઇ દર્દીઓ ફરાર થયા ન હતા. કોરોના પોઝિટીવ બે દર્દીઓ ડરના કારણે બાથરૂમમાં સંતાયા હતા. આ સાથે અન્ય 4 શંકાસ્પદ દર્દીઓ જરૂરી વસ્તુઓ લેવા માટે આરોગ્યની ટીમ સાથે પોતાના ઘર ગયા હતા અને આરોગ્યની ટીમ સાથે પાછા ફર્યા હતા. જોકે સુત્રોનું માનીએ તો છ દર્દીઓ ફરાર જ થયા હતા. કોરોનાના શંકાસ્પદ ચાર દર્દીઓ મોડાસાની બજારમાં પહોંચ્યા હતા તેમ સુત્રો જણાવી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસાની કોવિડ-19 હોસ્પિટલમાંથી 6 દર્દીઓ ફરાર થઈ ગયા હતા. દર્દીઓ ફરાર થતા પોલીસ તંત્ર દોડતું થયું હતું અને એસપી સહિત LCB, SOG ટીમ હોસ્પિટલ પર તૈનાત કરી દેવામાં આવ્યાં હતા. જોકે, ગણતરીનાં કલાકોમાં આ ભાગેલા તમામ દર્દીઓને પરત લઇ આવવામાં આવ્યાં છે. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે સ્પષ્ટતા કરી હતી કે, દર્દી ગભરાઈને બાથરૂમમાં સંતાઈ ગયા હતા. જ્યારે અન્ય 4 શંકાસ્પદ દર્દીઓ જરૂરી વસ્તુઓ લેવા માટે આરોગ્યની ટીમ સાથે પોતાના ઘર ગયા હતા અને આરોગ્યની ટીમ સાથે પાછા ફર્યા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતીનું માનીએ તો, એક પોઝિટિવ દર્દી પોતાના ગામમાં પહોંચી ગયો હતો. જ્યારે અન્યએ દર્દી મોડાસાનાં બજારમાં ખરીદી કરતા પકડાયું છે. તો અહીં મહત્વનો સવાલ એ થાય છે કે, જો કલેક્ટરની વાત માનીએ અને બંન્ને દર્દીઓ બાથરૂમમાં જ હતાં અને અન્ય શંકાસ્પદ દર્દીઓ આરોગ્ય વિભાગની ટીમ સાથે હતા તો પોલીસ બેડામાં આટલી દોડધામ કેમ મચી ગઇ હતી ?

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code