ગંભીર@પાટણ: લોકડાઉનમાં બહાર જવા મંજૂરી, દારૂની બોટલ સાથે ઝબ્બે

અટલ સમાચાર, પાટણ પાટણમાં લોકડાઉન દરમ્યાન બહાર જવા મંજૂરી મેળવેલ ઈસમોની હરકત સામે આવી છે. પાસ જોયા બાદ શંકા જતાં પોલીસ ટીમના સ્ટાફે દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા છે. પારેવા સર્કલ નજીક રાત્રે બિનજરૂરી અવર-જવર કરતા વાહનોની ચેકિંગમાં આ ઘટના સામે આવી છે. હતો. રાણકીવાવ તરફથી આવતાં બાઇકચાલકને ચેક કરતાં દારૂની બોટલ મળી
 
ગંભીર@પાટણ: લોકડાઉનમાં બહાર જવા મંજૂરી, દારૂની બોટલ સાથે ઝબ્બે

અટલ સમાચાર, પાટણ

પાટણમાં લોકડાઉન દરમ્યાન બહાર જવા મંજૂરી મેળવેલ ઈસમોની હરકત સામે આવી છે. પાસ જોયા બાદ શંકા જતાં પોલીસ ટીમના સ્ટાફે દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા છે. પારેવા સર્કલ નજીક રાત્રે બિનજરૂરી અવર-જવર કરતા વાહનોની ચેકિંગમાં આ ઘટના સામે આવી છે. હતો. રાણકીવાવ તરફથી આવતાં બાઇકચાલકને ચેક કરતાં દારૂની બોટલ મળી આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લામાં લોકડાઉનન ચુસ્ત અમલ માટે પોલીસની બાજનજર વચ્ચે દારૂ ઝડપાયો છે. પારેવા સર્કલ પાસે રેસ્ટ હાઉસમાં નોકરી કરતા ઠાકોર મુકેશજી કાંતિજી કુરશીજી ઉ.વ.26 રહે. પાટણ(જુની કાળકા રોટરી નગર,તા.જી.પાટણ) અને ઠાકોર સંજયજી ચંદનજી હરચંદજી ઉ.વ.23 રહે. કતપુર (ઠાકોરવાસ, તા.જી. પાટણ) પાસ પરમીટ સાથે બાઇક લઇને નિકળ્યા હતા. જોકે પોલીસે તેમને રોકી તલાશી લેતા દારૂ મળી આવ્યો હતો. પોલીસે પુછપરછ કરતા તેમને દારૂ દિપ ત્રિવેદી રહે. પાટણ, શારદા સિનેમા પાસેથી લાવ્યા હોવાનું કબુલ્યુ હતુ.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસે બંનેની અટકાયત કરી દારૂની બોટલ કબજે કરી હતી. પોલીસે GJ.16.N.9986 નંબરના બાઇક સાથે પાર્ટી સ્પેશ્યલ ડીલક્ષ વ્હીસ્કી 750 એમએલની કિંમત રૂ.480 જપ્ત કરી હતી. આ સાથે બે મોબાઇલ અને એક બાઇક મળી કુલ 19,480નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બંને ઇસમો સામે ધી પ્રોહી એક્ટની કલમ 65A-A,81,99 અને ઇપીકો કલમ-188 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.