ગંભીર@રાધનપુર: 8 લાખનો ભ્રષ્ટાચાર, ખુદ પ્રમુખે કરી DDOને ફરીયાદ

અટલ સમાચાર, મહેસાણા રાધનપુર તાલુકા પંચાયત હેઠળના ગામે લાઇટ સહિત 10 લાખના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં 8 લાખનો ભ્રષ્ટાચાર અધિકારી અને સરપંચે ભેગા મળી કર્યો હોવાની ફરીયાદ ખુદ તાલુકા પંચાયતના પ્રમુખે કરતા ખળભળાટ મચી ગયો છે. દેલાણા ગામે આયોજન, નાણાપંચ અને એટીવીટીના કામમાં ભ્રષ્ટાચારની ફરીયાદ DDOને કરતા પંથકમાં રાજકીય અને વહીવટી ગરમાવો વધી
 
ગંભીર@રાધનપુર: 8 લાખનો ભ્રષ્ટાચાર, ખુદ પ્રમુખે કરી DDOને ફરીયાદ

અટલ સમાચાર, મહેસાણા

રાધનપુર તાલુકા પંચાયત હેઠળના ગામે લાઇટ સહિત 10 લાખના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં 8 લાખનો ભ્રષ્ટાચાર અધિકારી અને સરપંચે ભેગા મળી કર્યો હોવાની ફરીયાદ ખુદ તાલુકા પંચાયતના પ્રમુખે કરતા ખળભળાટ મચી ગયો છે. દેલાણા ગામે આયોજન, નાણાપંચ અને એટીવીટીના કામમાં ભ્રષ્ટાચારની ફરીયાદ DDOને કરતા પંથકમાં રાજકીય અને વહીવટી ગરમાવો વધી ગયો છે.

ગંભીર@રાધનપુર: 8 લાખનો ભ્રષ્ટાચાર, ખુદ પ્રમુખે કરી DDOને ફરીયાદ

પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના દેલાણા ગામે વર્ષ 2018-19માં આયોજન અને એટીવીટી હેઠળ 10 લાખની LEDનું કામ મંજુર કરવામાં આવ્યુ હતુ. જેમાં સરપંચ અને તાલુકા પંચાયતના એસઓ ઘ્વારા મળતિયા પાસેથી હલકી ગુણવત્તાની લાઇટો ખરીદી કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાની ફરીયાદ ખુદ તાલુકા પંચાયત પ્રમુખ લવજીભાઇ ઠાકોરે કરી છે.

ગંભીર@રાધનપુર: 8 લાખનો ભ્રષ્ટાચાર, ખુદ પ્રમુખે કરી DDOને ફરીયાદ

ફરીયાદમાં એલઇડી લાઇટ સાથે 1,22,275નું ચબુતરાનું કામ જયારે 98,902 રકમના બાંકડાનું કામ નાણાપંચ હેઠળ મંજુર થયુ તેમા પણ ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કર્યો છે. ચબુતરો અને બાંકડા ગામમાં ઉપલબ્ધ ન હોવાથી રકમ સીધેસીધી ચાંઉ કરી ગયા હોવાનો ગંભીર આક્ષેપ કરી DDOને તપાસ કરવા રજૂઆત કરી છે. સમગ્ર મામલે તાલુકા પંચાયતના સેકશન ઓફિસર વિરમભાઇએ જણાવ્યુ હતુ કે, ચબુતરા અને બાંકડાની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી નથી.

ગંભીર@રાધનપુર: 8 લાખનો ભ્રષ્ટાચાર, ખુદ પ્રમુખે કરી DDOને ફરીયાદ

TDO સામે કર્યા ગંભીર આક્ષેપો

રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખે TDO સામે ગંભીર આક્ષેપો સાથે DDO અને કલેકટરને રજૂઆત કરી છે. એલઇડી લાઇટના ભ્રષ્ટાચારમાં કસુરવારોને TDO છાવરતા હોવાનો આક્ષેપ કરતા વહીવટી આલમમાં ચકચાર મચી ગઇ છે. સમગ્ર મામલે પોતાને લેખિત કે મૌખિક રજૂઆત ન હોવાનું તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતુ.

સરપંચે આક્ષેપ ફગાવી વળતી ચેલેન્જ આપી

સમગ્ર મામલે દેલાણાના સરપંચ રામભાઇ આહીરે પ્રમુખના આક્ષેપો પાયાવિહોણા અને તદન ખોટા હોવાનું જણાવ્યુ હતુ. ચબુતરો અને બાંકડાની ગ્રાન્ટ મામલે એસ્ટીમેન્ટ પણ બન્યુ નથી, જેથી ખર્ચનો કોઇ સવાલ નથી. અમોએ અવિશ્વાસની દરખાસ્ત કરી હોવાથી પ્રમુખ ખોટા આક્ષેપો કરી રહયા છે. જો વાતમાં સચ્ચાઇ હોય તો ગામમાં આવી તપાસ કરી બતાવે તેવું કહી ચેલેન્જ આપતા મામલો ગરમાયો છે.