આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.
અટલ સમાચાર, મહેસાણા
રાધનપુર ગંજબજારના ચેરમેન સામે બે મહિના અગાઉ નોંધાયેલ ફરિયાદ બાદ હાઈકોર્ટના આદેશને પગલે પોલીસે પોક્સોની કલમ લગાડતા ચકચાર મચી ગઈ છે. આરોપી અમથાભાઈ ચૌધરી વિરુદ્ધ સગીરાની છેડતી કર્યા અંગેની ફરિયાદ બાદ રાધનપુર પોલીસે કડક વલણ નહી અપનાવતા અરજદારે હાઈકોર્ટમાં ધા કરી હતી. જેને પગલે આઈપીસીની 354 કલમ હેઠળ કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
પાટણ જિલ્લાના રાધનપુર ગંજબજારના ચેરમેન અમથાભાઈ ચૌધરી વિરુદ્ધ રાધનપુર પોલીસ મથકે સગીરાની છેડતીની ફરિયાદ દાખલ થયેલી છે. જેમાં પોલીસે જરૂરી કાર્યવાહી સામે રાહત દાખવતા અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. આથી હાઈકોર્ટ દ્વારા કેસ સંબંધે રાધનપુર પોલીસને સૂચના આપતા ચેરમેન અમથાભાઈ વિરુદ્ધ સગીરાની સેક્સ્યુઅલ પરેશાની સહિત આઈપીસીની 354ની કલમ પણ દાખલ કરવામાં આવી છે.
પોક્સોની ગંભીર કલમ લાગતા રાધનપુર ગંજબજાર સહિત વેપારી આલમમાં ચકચાર મચી ગઈ છે. આ તરફ આરોપી અમથાભાઈએ ફરિયાદી સાથે સમાધાનકારી વલણ અપનાવવા દોડધામ આદરી છે. આથી પંથકમાં સામાજીક અને રાજકીય ઉત્તેજના વધી ગઈ છે.
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code