ગંભીર@રાધનપુર: કોરોના આફત વચ્ચે 60% વિસ્તાર સેનિટાઇઝથી વંચિત

અટલ સમાચાર, પાટણ રાધનપુરમાં કોરોના વાયરસ સામે પાલિકાના કાર્યવાહી સમિક્ષા કરવા મજબૂર કરી રહી છે. શહેરનો સરેરાશ 60% વિસ્તાર સેનિટાઇઝ વગરનો હોઈ રહીશો ચિંતા કરી રહ્યા છે. પાલિકાના સત્તાધીશોએ મોટાપ્રમાણમાં જથ્થો મંગાવ્યો હોવાનું જણાવ્યું પરંતુ આટલા દિવસો છતાં માંડ 35થી 40% વિસ્તાર સેનિટાઇઝેશન થઈ શક્યો છે. કોરોના મહામારી દરમ્યાન ચીફ ઓફિસરની પાલિકામાં વારંવાર ગેરહાજરી પણ
 
ગંભીર@રાધનપુર: કોરોના આફત વચ્ચે 60% વિસ્તાર સેનિટાઇઝથી વંચિત

અટલ સમાચાર, પાટણ

રાધનપુરમાં કોરોના વાયરસ સામે પાલિકાના કાર્યવાહી સમિક્ષા કરવા મજબૂર કરી રહી છે. શહેરનો સરેરાશ 60% વિસ્તાર સેનિટાઇઝ વગરનો હોઈ રહીશો ચિંતા કરી રહ્યા છે. પાલિકાના સત્તાધીશોએ મોટાપ્રમાણમાં જથ્થો મંગાવ્યો હોવાનું જણાવ્યું પરંતુ આટલા દિવસો છતાં માંડ 35થી 40% વિસ્તાર સેનિટાઇઝેશન થઈ શક્યો છે. કોરોના મહામારી દરમ્યાન ચીફ ઓફિસરની પાલિકામાં વારંવાર ગેરહાજરી પણ ચોંકાવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાની રાધનપુર પાલિકા કોરોના વાયરસને શહેરમાં ઘૂસવા નહિ દે તેવી પ્રબળ આશા છે. જોકે પૂર્વ તૈયારીઓ વિલંબમાં હોઇ અનેક સવાલો ઉભા થાય છે. રાધનપુર શહેરની મોટી સોસાયટીઓ, જાહેર સ્થળો, સંસ્થાકીય પરિસર સહિતના સ્થળોએ માત્ર 40 ટકા સેનિટાઇઝેશન થઈ શક્યું છે. પાલિકાના સત્તાધીશોએ તંત્ર સમક્ષ જણાવવું પડતું હોઇ હરકતમાં આવી કોન્ટ્રાક્ટર એજન્સીને પત્ર લખી ઝડપથી 2,000 લીટર સેનિટાઇઝ મોકલવા કહ્યું છે. આવી સ્થિતિમાં પાલિકાનો કોરોના સામેનો વ્યૂહ વારંવાર ચર્ચામાં આવી રહ્યો છે.

ગંભીર@રાધનપુર: કોરોના આફત વચ્ચે 60% વિસ્તાર સેનિટાઇઝથી વંચિત

સૂત્રોએ જણાવ્યું હતું કે, ચીફ ઓફિસર પ્રજ્ઞાબેનની પાલિકામાં ખૂબ જ ટૂંકી હાજરી વિવાદોમાં આવી છે. આથી વિપક્ષ ભાજપ સહિત સત્તાધીન કોંગી નગરસેવકો પણ ચીફ ઓફિસરના વહીવટીને લઈ નારાજ બન્યા છે. કોરોના મહામારી સામે શહેરમાં સ્વચ્છતા અને સેનિટાઇઝેશન સહિત અનેક બાબતો પાલિકામાં માટે અત્યારે સૌથી વધુ મહત્વની બની છે.

સમિક્ષા દરમ્યાન જાણી સુચનાઓ અપાય છે.

સમગ્ર બાબતે રાધનપુર પ્રાંત અધિકારી ટાંકે જણાવ્યું હતું કે, કોરોના વાયરસને લઈ સમિક્ષા બેઠકમાં વિગતો લઈએ છીએ. જેમાં શહેરનો સરેરાશ 40 ટકા વિસ્તાર સેનિટાઇઝ થયો બાકીનું કામ આગળ વધી રહ્યું છે. જરૂરી સુચનાઓ ચીફ ઓફિસરને આપી રહ્યા છીએ.