આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાટણ

રાધનપુર પાલિકાના વહીવટને ચોંકાવનારી રજૂઆત સામે આવી છે. ગત સામાન્ય સભા પહેલા અને પછી વિવાદ ઉભો થયો હતો. જેમાં સમય બાબતે એજન્ડાથી વિરુદ્ધ જઈ તાત્કાલિક ફેરફાર મામલે સિનિયર ક્લાર્કે મોટો ઘટસ્ફોટ કર્યો છે. કાચા ઠરાવ ઉપર એડવાન્સમાં જૂનો સમય બતાવી સભા વહેલી આરોપી લીધી હતી. જેથી ભવિષ્યમાં તપાસની શક્યતા બની છે. આથી સિનિયર ક્લાર્કે સામાન્ય સભાનાં ઘટનાક્રમનો જાણે પર્દાફાશ કરી પ્રાદેશિક કમિશનરને લેખિત રજૂઆત કરી છે. જેમાં ચીફ ઓફિસર અને હંગામી કર્મચારીને જવાબદાર ઠેરવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાની રાધનપુર પાલિકાના ચીફ ઓફિસરનો વહીવટ પારદર્શક હોવાનો સવાલ ઉભો થાય તેવી સ્થિતિ બની છે. ગત 20 માર્ચની સામાન્ય સભા એજન્ડા મુજબના સમયે મળી નહોતી. બપોરે 3:30 વાગ્યે મળવાની હોઇ સવારે 11 વાગ્યાથી તેના કાગળો તૈયાર કરવામાં આવ્યા હતાં. આ પછી અચાનક સભાનો સમય બદલી 2:05 વાગ્યે મિટીંગ બોલાવી દીધી હતી. એજન્ડાના સમયથી વિરુદ્ધ કામ થયું હોઇ ગંભીર સવાલો ઉભા થયા હતા. આથી સિનિયર કારકૂને એજન્ડા મુજબના સમયથી વિરુદ્ધના જવાબદારો ખુલ્લા કર્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું, રાધનપુર પાલિકાના સિનિયર ક્લાર્ક સોયેબ બલોચે પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરતાં મામલો સામે આવ્યો છે. જેમાં એજન્ડા મુજબ સભા ના બોલાવી તાત્કાલિક ફેરફાર કર્યો તેની ભવિષ્યમાં કોઈ તપાસ થાય તો પોતાની ભૂમિકા બાકાત કરી છે. ચીફ ઓફિસર પ્રજ્ઞાબેન અને ઈસ્માઈલ બેલીમે એજન્ડાના સમયથી વિરુદ્ધ સભા કર્યાનો ખુલાસો કરતાં ખળભળાટ મચી ગયો છે.

અનેક કોર્પોરેટરોને અંધારામાં રાખવાનો આક્ષેપ

સિનિયર ક્લાર્કની રજૂઆત બાદ મહિલા ચીફ ઓફિસરની ભૂમિકા ગંભીર સવાલો વચ્ચે આવી છે. મિટીંગનો સમય તાત્કાલિક ફેરફાર કરતાં અનેક કોર્પોરેટર સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા હતા. આથી સભાની કાર્યવાહીથી અને સવાલ ઉઠાવાથી અનેક નગરસેવકોને વંચિત રહ્યા હતા. આવી સ્થિતિમાં શું કોર્પોરેટરોને અંધારામાં રાખવા એજન્ડાથી તદ્દન અલગ સમયે સભા બોલાવી લીધી ? આ સવાલ અને આક્ષેપ અત્યંત મહત્વનો બન્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code