આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, રાધનપુર

સાંતલપુર તાલુકાના બે ગામોને જોડતો 7 કિલોમીટરનો માર્ગ અત્યંત જોખમી હોવાનુ સામે આવ્યુ છે. છેલ્લા ઘણા સમયથી જર્જરીત હોઇ આજે માર્ગનું અસ્તિત્વ જ સમાપ્ત થઇ ગયાના દ્રશ્યો સામે આવ્યા છે. રાહદારી કે વાહનચાલકોને પસાર થતા દરમ્યાન સડક સુરક્ષા ગંભીર હોવાની સ્થિતિ બની છે. માર્ગ-મકાન (પંચાયત) દ્રારા મંજૂર થયેલ માર્ગનો વર્ક ઓર્ડર વિલંબમાં જતા કામ શરૂ થઇ શક્યુ નથી. બંને ગામના રહીશો જર્જરીત માર્ગથી પસાર થતાં ત્રાહીમામ્ પોકારી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના સિધાડા અને પાટણકા ગામ વચ્ચે પસાર થાવ તો પંદરમી સદીની યાદ આવી જાય છે. બંને વચ્ચેનો માર્ગ છેલ્લા કેટલાય વર્ષોથી અત્યંત જર્જરીત હોઇ આજે અસ્તિત્વ સામે ઝઝુમી રહ્યો છે. માર્ગ ઉપર અગાઉનો ડામર જાણે શોધવો પડે તેવા દ્રશ્યો જોઇ વાહનચાલકોની સડક સુરક્ષા જોખમ વચ્ચે હોવાનુ સામે આવ્યુ છે. પાટણ જીલ્લા પંચાયતના માર્ગ મકાન દ્રારા નવિન રોડ બાબતે વિલંબ થતો હોવાનુ સમજી ગામલોકો નારાજ ચાલી રહ્યા છે. પાટણકા ગામ માટે આ માર્ગ રાધનપુર કે પાટણ શહેર જવા માટે અત્યંત મહત્વનો હોઇ ખરીદી કે સામાજીક કામે ભારે હાલાકી ઉભી થાય છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સિધાડાથી પાટણકા વચ્ચેનો માર્ગ સરેરાશ દોઢ કરોડના ખર્ચે નવિન બનાવવાનો છે. જેમાં વહીવટી મંજૂરીને અંતે વર્ક ઓર્ડર વિલંબમાં ગયો હોવાથી નવિન રોડની કામગીરી શરૂ થઇ શકી નથી. જેથી બંને ગામના લોકો ખુબ જ લાંબી ધીરજ વચ્ચે પ્રવાસી બનતા દરમ્યાન આકરી કસોટીનો સામનો કરે છે. સમગ્ર મામલે નાયબ કાર્યપાલક ઇજનેર પરમારે જણાવ્યુ હતુ કે, વર્ક ઓર્ડર આગામી 10 દિવસમાં થઇ શકે તેવી સંભાવના જોતા ચોમાસા પહેલા નવિન માર્ગ તૈયાર થઇ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code