ગંભીર@સાબરકાંઠાઃ ગ્રાન્ટ વિના આંગણવાડીના મકાનો અધુરા, બાળકો મજબૂર

અટલ સમાચાર, ગિરીશ જોષી સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને પંચાયતનો અત્યંત ગંભીર રિપોર્ટ સામે આવ્યો છે. મનરેગા હેઠળ બનાવવામાં આવતી આંગણવાડીઓના મકાનો છેલ્લા અનેક મહિનાઓથી અધૂરા રહ્યા છે. ગ્રાન્ટના અભાવે ટાર્ગેટની સામે આંગણવાડી બની શકતી નથી. આ સાથે સરેરાશ 70 આંગણવાડીના મકાનો ગ્રાન્ટના અભાવે અપૂર્ણ હોવાનો ઘટસ્ફોટ થયો છે. મનરેગા અને આઈસીડીએસનું સંયુક્ત સાહસ
 
ગંભીર@સાબરકાંઠાઃ ગ્રાન્ટ વિના આંગણવાડીના મકાનો અધુરા, બાળકો મજબૂર

અટલ સમાચાર,  ગિરીશ જોષી

સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને પંચાયતનો અત્યંત ગંભીર રિપોર્ટ સામે આવ્યો છે. મનરેગા હેઠળ બનાવવામાં આવતી આંગણવાડીઓના મકાનો છેલ્લા અનેક મહિનાઓથી અધૂરા રહ્યા છે. ગ્રાન્ટના અભાવે ટાર્ગેટની સામે આંગણવાડી બની શકતી નથી. આ સાથે સરેરાશ 70 આંગણવાડીના મકાનો ગ્રાન્ટના અભાવે અપૂર્ણ હોવાનો ઘટસ્ફોટ થયો છે. મનરેગા અને આઈસીડીએસનું સંયુક્ત સાહસ છતાં બાળકો પાકા મકાન સામે મજબૂર બન્યા છે.

સાબરકાંઠા જિલ્લા પંચાયત હેઠળની ગ્રામ વિકાસ એજન્સી છેલ્લા કેટલાય વર્ષોથી ગ્રાન્ટના અભાવનો સામનો કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2016-17 દરમિયાન જિલ્લામાં આંગણવાડી ઉભી કરવા ટાર્ગેટ આપવાની શરૂઆત થઈ હતી. જેમાં મનરેગા અને આઈસીડીએસ દ્વારા કુલ 5 લાખના ખર્ચે અત્યાર સુધી સરેરાશ 110થી વધુ આંગણવાડી ઉભી કરવા મથામણ થઈ છે. જોકે, છેલ્લા 4 વર્ષથી બાળકો માટે ચાલતી આ ગતિવિધીમાં અત્યંત નિરાશા જનક પરિસ્થિતિ સામે આવી છે. પાછલા 4 વર્ષમાં સરેરાશ 40 આંગણવાડી જ બની શકી હોવાનું ડીઆરડીએના સૂત્રોએ જણાવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૌથી મોટી વાત સામે આવી છે કે, સાબરકાંઠા ગ્રામ વિકાસ એજન્સી અને આઈસીડીએસ વચ્ચે ગ્રાન્ટની ભાગીદારી હોઈ મટીરીયલ ખર્ચ વિવાદોમાં આવે છે. વિજયનગર તાલુકામાં તપાસ દરમિયાન ઉભા થયેલા સવાલોથી આંગણવાડી બનાવવાની ગતિવિધી વિલંબમાં ગઈ હતી. આ સાથે મનરેગા શાખાને અપૂરતી ગ્રાન્ટ મળતી હોઈ ટાર્ગેટની સામે છેલ્લા 4 વર્ષથી નિષ્ફળતા મળી રહી છે. જેનાથી નવીન આંગણવાડીની રાહ જોતા કર્મચારી અને બાળકો નિરાશા હેઠળ આવ્યા છે. ગ્રાન્ટના અભાવ વચ્ચે અધૂરી આંગણવાડીને કારણે કામ કાચબાગતિએ થઈ રહ્યું છે.

ગ્રાન્ટ અને કોન્ટ્રાક્ટરોની તૈયારીનો અભાવ

સમગ્ર બાબતે ડીઆરડીએની મનરેગા શાખાના હરેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ગ્રાન્ટના અભાવે સમયમર્યાદામાં આંગણવાડી બની શકતી નથી. આ સાથે કેટલાક સંજોગોમાં કોન્ટ્રાક્ટરો તરફથી કામ બાબતે તૈયારી બતાવવામાં અભાવ રહે છે. આ દરમિયાન બાળકો ક્યાં બેસતા હોવાનો સવાલ કરતા હરેશ પ્રજાપતિએ સમગ્ર બાબત આઈસીડીએસ શાખાની જવાબદારી હોવાનું ઉમેર્યું હતું.

વર્ષ ટાર્ગેટ (સરેરાશ)

2016-17      13
2017-18      80
2018-19      00
2019-20     40થી વધુ

કુલ પૈકી સરેરાશ 40થી 45 સંપૂર્ણ રીતે બની ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.