આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠામાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત છે. તેવામાં સુઇગામ પંથકની માઇનોર કેનાલમાં ભ્રષ્ટ્રાચારનું ગાબડું પડ્યાનું સામે આવ્યું છે. વારંવાર ગાબડાઓ પડવાથી ખેડૂતોના પાકને ભારે નુકશાન થઇ રહ્યુ છે. માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા લાખો લીટર પાણીનો બેફામ વેડફાટ થઇ રહ્યો છે. હલકી ગુણવત્તાના માલસામાનના વપરાશથી કેનાલોમાં ગાબડાં સતત પડી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠાના સુઇગામ તાલુકાના બેણપ ગામની સીમમાંથી પસાર થતી માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતાં ઉભા પાક ઉપર પાણી ફરી વળ્યાં છે. ખેતરમાં પાણીના ભરાવાથી ખેડુતોને મોટા નુકશાનની ભિતી સેવાઇ રહી છે. સ્થાનિક ખેડુતોનો આક્ષેપ છે કે, હલકી ગુણવત્તાની કામગીરીને કારણે વારંવાર કેનાલોમાં ગાબડાં પડી રહ્યા છે. આવી સ્થિતિમાં પાક નુકશાની સાથે પાણીનો વેડફાટ પણ થઇ રહ્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, માઇનોર કેનાલોમાં સફાઇ વગર પાણી છોડાતાં ગાબડાં પડી રહ્યા છે. માઇનોર કેનાલોમાં ગાબડાં પડવાથી બનાસકાંઠાના ખેડૂતો ત્રાહીમામ્ પોકારી બન્યા છે. હલકી ગુણવત્તાની કામગીરી કરીને કોન્ટ્રાક્ટર રફુચક્કર થઇ જાય છે અને પાછળથી ખેડૂતોને હેરાન થવાનો વારો આવે છે. જેના પગલે ખેડૂતોને વગર વાંકે હેરાની અને નુકશાની વેઠવી પડી રહી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code