આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

સુઇગામ તાલુકાના ગામે ગ્રામ પંચાયતની પ્રોટેક્શન દિવાલમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની બુમરાડ ઉઠી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, ગ્રામ પંચાયત ફરતે બનાવવામાં આવેલ દિવાલનું કામકાજમાં સરકારના ધારાધોરણનો સરેરામ ભંગ થયો છે. આ સાથે કોન્ટ્રાક્ટરે દિવાલનું પ્લાસ્ટર અને ચણતરની કામગીરીમાં વેઠ વાળ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકાના ગરાબડી ગ્રામ પંચાયતને લઇ વિવાદ સામે આવ્યો છે. ગ્રામ પંચાયતની પ્રોટેક્શન દિવાલમાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપો થતાં ચકચાર મચી ગઇ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, પંચાયતની પ્રોટેક્શન દિવાલમાં રાજકીય વગ ધરાવતા કોન્ટ્રાક્ટરે મનમાની કરી ભ્રષ્ટાચાર કર્યો છે. આક્ષેપોથી કામગીરીના બિલો પાસ કરનારા તાલુકાના એન્જીનિયરો પણ શંકાના દાયરામાં આવ્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પ્રોટેક્શન દિવાલના પ્લાસ્ટર અને ચણતરનું કામકાજ પણ એકદમ હલકી ગુણવત્તાનું છે. સ્થાનિકોની માંગ છે કે, જીલ્લા વિકાસ અધિકારી ઓચિંતિ સ્થળ તપાસ કરે તો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી શકે તેમ છે. આ સાથે સરકારના લાખો રૂપિયાનું પાણી થતાં પણ બચી શકે છે. સ્થાનિકોના આક્ષેપથી કોન્ટ્રાક્ટર સહિતના સામે ગંભીર સવાલોની સ્થિતિ બની છે.

25 Sep 2020, 8:41 AM (GMT)

COVID-19 Global Stats

32,665,801 Total Cases
991,078 Death Cases
24,093,538 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code