આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

કોરોનાને લઇ લોકડાઉનની પરિસ્થિતિમાં ખેડૂતો ખાતર લેવા માટે લાઇનો લગાવી ઉભા રહ્યા છે. પરંતુ લોકજાગૃતિના અભાવે થરાદમાં છેડેચોક સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થઇ રહ્યો છે. ખાતરની તંગી વચ્ચે વહેલી સવારથી ખેડૂતો લાંબી લાઇનો લગાવી ઉભા રહે છે પરંતુ તેમને ખાતર મળતુ ન હોવાના પણ આક્ષેપો થયા છે. તંત્ર દ્રારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરવામાં આવી હોવા છતાં લોકો લાઇનો લગાવી અને સામાજીક અંતર જાળવતા ન હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદની સહકારી મંડળીમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થઇ રહ્યો છે. ખેતી માટે યુરીયા ખાતર લેવા આવેલા ખેડૂતો જાગૃતિના અભાવે સામાજીક અંતર જાળવી શકતા નથી. ગઇકાલ લાખણી બાદ આજે ધાનેરામાં પણ ખાતર માટે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હોવાની તસવીરો અટલ સમાચારના કેમેરામાં કેદ થઇ છે. જીલ્લામાં ખાતરની તંગી વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતો ભાડા ભરી ધરમધક્કા ખાઇ રહ્યા હોવાની સ્થિતિ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થઇ રહ્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં કોરોના વાયરસનો પોઝિટીવ આંકડો 308 પહોંચ્યો છે. આ તરફ ગ્રામ્ય વિસ્તારમાં હજી પણ જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જીલ્લાને અડીને આવેલા પાટણ જીલ્લામાં કોરોનાના 14 જેટલા કેસ પોઝિટીવ આવતાં ખળભળાટ મચી ગયો છે. જોકે થરાદમાં ખાતર લેવા સંઘમાં આવેલા લોકોમાં જાગૃતિના અભાવે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code