ગંભીરઃ આ કારણથી ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો આવી રહ્યો છે

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં સંક્રમણની ભયાનક ઝડપની પાછળ કોરોના વાયરસના સૌથી સંક્રામક પ્રતિરુપ A2a છે. કોરોના વાયરસના આ સ્ટ્રેને થોડાક દિવસોની અંદર ભારતના 70 ટકા દર્દીઓને પોતાના સકંજામાં લઈ લીધા છે. હૈદરાબાદના સેન્ટર ફોર સેલુલર એન્ડ મોલિક્યૂલર બાયોલોજીના તાજેતરના અધ્યયનમાં આ વાતનો ખુલાસો થયો છે કે A2a કોરોનો વાયરસનો સૌથી સંક્રામક સ્ટ્રેન છે અને ભારતમાં
 
ગંભીરઃ આ કારણથી ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો આવી રહ્યો છે

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં સંક્રમણની ભયાનક ઝડપની પાછળ કોરોના વાયરસના સૌથી સંક્રામક પ્રતિરુપ A2a છે. કોરોના વાયરસના આ સ્ટ્રેને થોડાક દિવસોની અંદર ભારતના 70 ટકા દર્દીઓને પોતાના સકંજામાં લઈ લીધા છે. હૈદરાબાદના સેન્ટર ફોર સેલુલર એન્ડ મોલિક્યૂલર બાયોલોજીના તાજેતરના અધ્યયનમાં આ વાતનો ખુલાસો થયો છે કે A2a કોરોનો વાયરસનો સૌથી સંક્રામક સ્ટ્રેન છે અને ભારતમાં કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી 70 ટકાથી વધુ દર્દી A2a સ્ટ્રેનથી જ પ્રભાવિત છે. સંક્રમણની તેજ ગતિ ચિંતાનો વિષય બની ગયો છે. આજ કારણથી કોરોના વાયરસની ઝપેટમાં આવનારા લોકોની સંખ્યા રોજેર જ વધતી જઈ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેમાં કોઈ આશ્ચર્યની વાત નહીં હોય કે ધીમેધીમે કોરોનાનો A3i સ્ટ્રેન ભારતથી ગાયબ થઈ જાય. A3iનું સ્થાન હવે હવે A2aએ લઈ લીધું છે. તે વધુ ઝડપથી ફેલાનારો સ્ટ્રેન છે. દુનિયામાં સૌથી વધુ કોરોનાથી A2a સ્ટ્રેનથી લોકો સંક્રમિત થયા છે અને આ સ્ટ્રેનને ધ્યાનમાં રાખીને વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે. ભારતમાં વૈજ્ઞાનિકોના મનમાં પહેલો સવાલ હતો કે આવનારી વેક્સીન ભારતમાં કોરોના વાયરસની વિરુદ્ધ કારગર સાબિત થશે કે નહીં કારણ કે ભારતમાં કોરોના A3i સ્ટ્રેન વધુ હતો, જ્યારે વેક્સીન મુખ્ય રુપે A2Aને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહી છે. પરંતુ જોતજોતામાં A2aએ ભારતમાં પગપેસારો કરી દીધો છે.

ગંભીરઃ આ કારણથી ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો આવી રહ્યો છે
જાહેરાત

પહેલા ભારતમાં કોરોના વાયરસના A3i સ્ટ્રેનથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સૌથી વધારે હતી. A3i સ્ટ્રેનનું ફુટપ્રિન્ટ લગભગ 41 ટકા દર્દીઓમાં જોવા મળતા હતા. દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓમાં સૌથી વધુ આ જ સ્નેટ્ર જોવા મળી રહ્યો હતો. પરંતુ તેમાં ઉપસ્થિત આરડીઆરપી નામના એન્ઝાઇમ વાયરસ માટે ઘાતક સાબિત થવા લાગ્યા અને આ એન્ઝાઇમના કારણે કોરોનાના A3i સ્ટ્રેનના સંક્રમણનું પ્રમાણ 41 ટકાથી ઘટીને 18 ટકા પર પહોંચી ગયું છે. અધ્યયનમાં એવું પણ સ્પષ્ટ નથી થયું કે કોરોનાના A2a સ્ટ્રેન A3iથી વધુ ઘાતક છે કે નહીં. પરંતુ તેમાં કોઈ શક નથી કે તેના સંક્રમણની ઝડપ ઘણી વધારે છે અને જ્યાં સુધી કારગર વેક્સીન તૈયાર ન થઈ જાય ત્યાં સુધી કોરોનાના A2a સ્ટ્રેનથી બચવું જ એકમાત્ર ઉપાય છે.