ગંભીર@ઊંઝા: ગર્ભાશયના ઓપરેશનમાં ડૉકટરની બેદરકારી, મહિલાનું મોત

અટલ સમાચાર, ઊંઝા ઊંઝાના ડૉકટરે સારવારમાં બેદરકારી દાખવતા મહિલા દર્દીનું મોત થયુ છે. જેને પગલે પરિવારજનોએ જાણીતા ડૉકટર અમરત પટેલ વિરૂધ્ધ ઊંઝા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી છે. ગર્ભાશયની કોથળીના ઓપરેશનમાં બેકાળજી રાખતા મૂળ રાજસ્થાનના મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ. ઘટનાને પગલે ઊંઝા પોલીસે હરસિધ્ધ મેટરનીટી એન્ડ નર્સિંગ હોમના ડૉકટર વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.
 
ગંભીર@ઊંઝા: ગર્ભાશયના ઓપરેશનમાં ડૉકટરની બેદરકારી, મહિલાનું મોત

અટલ સમાચાર, ઊંઝા

ઊંઝાના ડૉકટરે સારવારમાં બેદરકારી દાખવતા મહિલા દર્દીનું મોત થયુ છે. જેને પગલે પરિવારજનોએ જાણીતા ડૉકટર અમરત પટેલ વિરૂધ્ધ ઊંઝા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી છે. ગર્ભાશયની કોથળીના ઓપરેશનમાં બેકાળજી રાખતા મૂળ રાજસ્થાનના મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ. ઘટનાને પગલે ઊંઝા પોલીસે હરસિધ્ધ મેટરનીટી એન્ડ નર્સિંગ હોમના ડૉકટર વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.

ગંભીર@ઊંઝા: ગર્ભાશયના ઓપરેશનમાં ડૉકટરની બેદરકારી, મહિલાનું મોત
જાહેરાત

મહેસાણા જીલ્લાના ઊંઝા શહેરના ડૉકટર અમરત પટેલ સામે દર્દીના મોત મામલે પોલીસ ફરીયાદ દાખલ થઇ છે. મૂળ.ધરણોક તા.નોખા જિ.બીકાનેર (રાજ્સ્થાન) અને હાલ ઊંઝા રહેતા સાગરમલ ગંગાવિશન બિશ્નોઇના પત્નિ હરસિધ્ધ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ગર્ભાશયના કોથળીની બિમારી મામલે ડૉકટર અમરત પટેલ દ્વારા સારવાર હાથ ધરવામાં આવી હતી.

ગંભીર@ઊંઝા: ગર્ભાશયના ઓપરેશનમાં ડૉકટરની બેદરકારી, મહિલાનું મોત
જાહેરાત

આ દરમ્યાન કોથળીના ઓપરેશનમાં ગંભીર બેદરકારીને પગલે પરમેશ્વરી સાગરમલ બિશ્નોઇનું મોત થયુ હતુ. પોતાની પત્નિનું સારવારમાં બેદરકારીને પગલે મોત થતાં સાગરમલ બિશ્નોઇએ હરસિધ્ધ મેટરનીટી એન્ડ નર્સિંગ હોમના ડૉકટર અમરત પટેલ વિરૂધ્ધ ઊંઝા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. ઘટનાને પગલે ઉંઝા સહિત મહેસાણા આરોગ્ય આલમમાં ખળભળાટ મચી ગયો છે. ઊંઝા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.