આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

વડોદરામાં કોરોના પોઝિટીવના દર્દીની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. તેવામાં ગત મોડી સાંજે શહેર ગોરવા, નાગરવાડા અને પ્રતાપનગરની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેમાં બાળકીનુ બપોરે 4 થી 4-30 વાગ્યા દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતુ. જોકે, કોરોના પોઝિટીવ દર્દીના મૃતદેહનો તાત્કાલીક ધોરણે સાવચેતીપૂર્વક નિકાલ કરવાની સરકારની ગાઇડલાઇન હોવા છતાં 21 કલાક બાદ આજે બપોરે 3-10 વાગે 13 વર્ષીય તનીષા મસ્કેની ગેસ ચિતામાં અંતિમક્રિયા કરાઇ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં રહેતી 13 વર્ષીય તનીષા બીપીનભાઇ મસ્કેનો ગઇકાલે કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન આ બાળકીને ગઇકાલે બપોરે 4થી 4-30 વાગ્યાના અરસામાં હોસ્પિટલના તબીબોએ મૃતજાહેર કરી હતી. કોરોના પોઝિટીવ દર્દીનુ મોત થયા તેના મૃતદેહનો તાત્કાલીક નિકાલ કરવાની સરકારની સખ્ત ગાઇડલાઇન છે, છતાંય વડોદરામાં તેનુ પાલન થતુ દેખાતુ નથી.

કોરોના પોઝિટીવમાં 13 વર્ષની બાળકનુ મોત થતાં તેના મૃતદેહને સ્મશાન સુધી લઇ જવા માટે કોર્પોરેશન પાસે કોઇ વાહન ન હતુ, વાહન મળ્યું તો કર્મચારી ન હતા, કર્મચારી મળ્યાં તો પોલીસ અને હોસ્પિટલના કાગળીયોની કામગીરીમાં સમય વેડફાયો હતો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code